Last Updated on March 28, 2021 by
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક કાર્યરત એવી 78 શાળાઓ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન બંધ થઈ ગઈ છે.એક સમયે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક શહેરમાં કુલ 563 શાળાઓ ચાલતી હતી.આજે આ શાળાઓની સંખ્યા ઘટીને 371 થઈ ગઈ છે.બંધ કરવામાં આવેલી શાળાઓ માટે દિલ્હી મોડેલ અપનાવીને નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ વર્ષ અગાઉ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની કુલ મળીને 563 શાળાઓ ચાલતી હતી
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ વર્ષ અગાઉ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની કુલ મળીને 563 શાળાઓ ચાલતી હતી.આ શાળાઓમાં કુલ બે લાખ,દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.હાલની પરિસ્થિતિમાં શહેરમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની કુલ 371 શાળાઓમાં એક લાખ ચાલીસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.દરીયાપુરના ધારાસભ્ય દ્વારા આ બાબતમાં મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેમની રજૂઆત પણ બંધ કરવામાં આવેલી મ્યુનિ. શાળાઓ ફરી દિલ્હી મોડેલ અપનાવી અતિઆધુનિક માળખાકીય સુવિધાઓ સાથે અંગ્રેજી માધ્યમમાં નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવી જોઈએ. છેલ્લા એક વર્ષથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં અનેક વાલીઓ પોતાના સંતાનોને મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરાવવા ઈચ્છી રહ્યા છે.આ પરિસ્થિતિમાં તંત્ર તરફથી આ શાળાઓને ફરી શરૂ કરવી જોઈએ.જેથી કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી ના જાય.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31