GSTV
Gujarat Government Advertisement

કોરોના રોગચાળો/ મ્યુનિ.ની મુખ્ય અને પેટા કચેરીઓ હવેથી આટલા જ સ્ટાફમાં કામ કરશે, થયા આ નવા આદેશ

કોરોના

Last Updated on April 7, 2021 by

અમદાવાદમાં ફાટી નિકળેલા કોરોનાના રોગચાળાએ ગંભીર રૂપ લેવા માંડયું છે ત્યારે મ્યુનિ.ના વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ મ્યુનિ.ની મુખ્ય અને પેટા કચેરીઓને હવેથી 50 ટકા સ્ટાફ સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે જ ચાલુ રાખવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ હોય તેવા વિસ્તારના કર્મચારીઓને સંપુર્ણ મુક્તિ આપવામાં આવી છે.

ઓફિસો

મ્યુનિ.ની ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે

આ અંગે સેન્ટ્રલ ઓફિસે બહાર પડેલા પરિપત્રમાં જણાવાયું છે કે, મ્યુનિ.ની મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસો, વોર્ડ ઓફિસો નિયંત્રીત સ્ટાફ સાથે ચાલુ રાખવાનું નક્કી થયું છે. રોજ 50 ટકા સ્ટાફ જ હાજર રહે તે રીતનું રોટેશન ખાતાના વડાંએ ગોઠવવાનું રહેશે. જ્યારે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવતા હોય કે જેમના રહેણાંકની આસપાસ વધુ કેસો હોય અને તેઓ આવી શકે તેમ ના હોય તેવા કર્મચારીને હાજર રહેવામાંથી મુક્તિ અપાશે. કાર્યાલયમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કામગીરી ચાલુ રાખવાની રહેશે.

બીજી તરફ કોરોના વાયરસને નિયંત્રણની કામગીરી સાથે સંકળાયેલાં હેલ્થના, સોલીડ વેસ્ટ વિભાગના, ટેસ્ટીંગ અને વેકિસનની કામગીરી સાથે સંકળાયેલાઓને આ બાબત લાગુ પડશે. તેમણે તેમને સોંપેલી ફરજ પર નિયમ મુજબ હાજર રહેવાનું રહેશે. આ આદેશનું તાત્કાલિક ધોરણે પાલન કરવા પણ તાકીદ કરાઈ છે.

કોરોના

કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો વ્યાપ ગંભીરપણે વધતો જાય છે, રોજેરોજ કેસોમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. જેને નાથવા માટે લેવાનાં થતાં તાકિદના ઉપાયો અંગે સમીક્ષા કરવા ગઈ મોડી સાંજે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કે. કૈલાસનાથન, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુકેશકુમાર વગેરેની ઉચ્ચ અધિકારીઓ સાથે ખૂબ જ મહત્વની બેઠક યોજાઈ હતી.

જેમાં લોકડાઉન, કરફ્યુનો સમય, હોસ્પિટલોની સ્થિતિ અને બેડ વધારવા સહીતના તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા થઈ હતી. બીજી તરફ મ્યુનિ.ના લગભગ તમામ વિભાગોના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા રહે છે. આ સંજોગોમાં બહારથી આવતા નાગરિકો ચેપ આપીને કે લઈને ના જાય અને વધુ ફેલાવો ના થાય તે માટે કચેરીઓમાં 50 ટકા હાજરીનો અગાઉની જેમજ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33