GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ/ શહેરને આજે મળશે નવા નગરપતિ, વિપક્ષ ઉમેદવાર ઉભા નહીં રાખે: સસ્પેન્સ પરથી હટશે પડદો!

Last Updated on March 10, 2021 by

અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા બાદ આજે પાલડી ખાતે આવેલા ટાગોરહોલ ખાતે મળનારા નવી ટર્મના પહેલા મ્યુનિ.બોર્ડમાં શહેરના મેયર,ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના અંતિમ બાર સભ્યોના નામ અને એએમટીએસના આઠ સભ્યોના નામો પણ જાહેર કરવામાં આવશે.

વિપક્ષ કોંગ્રેસ તરફથી મેયર કે ડેપ્યુટી મેયર પદ માટે કોઈ પણ ઉમેદવારને ઉભા ન રાખવાનો નિર્ણય

વિપક્ષ કોંગ્રેસ તરફથી મેયર કે ડેપ્યુટી મેયર પદ માટે કોઈ પણ ઉમેદવારને ઉભા ન રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે.નવી ટર્મમાં પહેલા મેયર શિડયુઅલ કાસ્ટના કોર્પોરેટરમાંથી પસંદ કરવાના હોઈ ટાગોરહોલ ખાતે બોર્ડ બેઠક પહેલા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલાઓના નામના કવર ખોલવામાં આવશે એ પછી શહેરના  નવા નગરપતિ કોણ બનશે એ સસ્પેન્સ ઉપરથી પડદો ખુલશે.મેયર પદ માટેના પ્રબળ દાવેદારોમાં ઠકકરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર અને વાસણા વોર્ડના હીંમાશુ વાળાના નામ ચર્ચાની એરણ ઉપર છે.

મેયર પદ માટેના પ્રબળ દાવેદારોમાં ઠકકરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર અને વાસણા વોર્ડના હીંમાશુ વાળાના નામ ચર્ચાની એરણ ઉપર

અમદાવાદ શહેરના મેયર,ડેપ્યુટી મેયર સહીત અન્ય પદાધિકારીઓના નામ નકકી કરવા માટે બુધવારે બોર્ડ બેઠક મળે એ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મંગળવારે ભાજપ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે કુલ મળીને 17 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલ સેક્રેટરીએ એક વાતચીતમાં કહ્યું છે.ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે કુલ પંદર કોર્પોરેટરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.

BJP GUJARAT

જો કે સ્ટેન્ડિંગ કમિટીમાં બાર સભ્યોની નિમણૂંક કરવાની જોગવાઈ હોવાથી બાકીના ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા હતા.આ વખતે પણ એ પ્રમાણે બાકીના ફોર્મ પરત ખેંચાવવામાં આવશે.એએમટીએસ માટે આઠ સભ્યોના નામ નકકી કરવામાં આવતા હોય છે.જે બોર્ડ બેઠકમાં જ ટેકા-દરખાસ્ત સાથે મુકવામાં આવશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વિપક્ષ કોંગ્રેસ ચૂંટણીમાં કંગાળ રકાસને પરીણામે અમદાવાદ શહેરમાંથી માત્ર 24 બેઠકો જીતી શકી છે.ચૂંટણીના પરીણામ જાહેર થયાને પણ બે સપ્તાહથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી કોંગ્રેસ ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠક બોલાવી શકી નથી કે નથી વિપક્ષનેતા નકકી કરી શકી.

વધુ ઈજજત ગુમાવવી ના પડે એ હેતુથી કોંગ્રેસ તરફથી મળનારી બોર્ડ બેઠકમાં મેયર કે ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર ઉભા ના રાખવાનો નિર્ણય

આ પરિસ્થિતિમાં વધુ ઈજજત ગુમાવવી ના પડે એ હેતુથી કોંગ્રેસ તરફથી મળનારી બોર્ડ બેઠકમાં મેયર કે ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર ઉભા ના રાખવાનો નિર્ણય કર્યો હોવાનું કોંગ્રેસ પક્ષના વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે. શહેરના નવા મેયર પદ માટે જે નામો ચર્ચાની એરણ ઉપર છે એમાં વાસણા વોર્ડના હીમાંશુ વાળા બેંકની નોકરી છોડીને રાજકારણમાં આવેલા છે.ઉપરાંત સંઘ સાથે તે નિકટતમ સંબંધ ધરાવે છે.ઠકકરબાપાનગરના કિરીટ પરમારની આ ત્રીજી ટર્મ છે.ઉપરાંત જોધપુર વોર્ડમાંથી ચૂંટાયેલા અરવિંદ પરમાર અને નવરંગપુરાના હેંમત પરમારના પણ નામ ચર્ચામાં છે.

કોંગી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મંગળવારે ભાજપ તરફથી જે સત્તર ફોર્મ સભ્ય પદ માટે ભરાવવામાં આવ્યા છે.એ પૈકી ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ,પાલડીના જૈનિક વકીલ અને ઘાટલોડિયાના હીતેશ બારોટ પૈકી એકની પસંદગી કરવામાં આવે એવી સંભાવના છે.ડેપ્યુટી મેયર તરીકે મહિલા કોર્પોરેટરની પસંદગી કરવામાં આવે એમ જણાઈ રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33