GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!

Last Updated on February 26, 2021 by

રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. તમામ મહાપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ છે. બીજી તરફ કોંગ્રેસનો તમામ જગ્યા પર ભારે રકાસ થયો છે. આ વચ્ચે અમદાવાદ શહેર માંથી ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. જેમાં AMC અમદાવાદ મહાનગર પાલિકાની કુબેરનગર વોર્ડની કોંગ્રસની પેનલ તૂટી છે. અને આ બેઠક ભાજપના ફાળે ગઈ છે.આ સાથે જ અમદાવાદ મહાપાલિકામાં ભાજપની કુલ બેઠકની સંખ્યા 160 થઈ છે.

અમદાવાદ મહાપાલિકામાં ભાજપની કુલ બેઠકની સંખ્યા 160

અમદાવાદ શહેરના કુબેરનગર વોર્ડના ભાજપના ગીતાબા ચાવડા વિજેતા જાહેર થયા છે. બીજી તરફ કોંગ્રસના ઉમેદવાર જગદીશ મોહનાનીની કારમી હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે મત ગણતરીના દિવસે નવમા રાઉન્ડમાં મત ગણવામાં આવ્યા ન હતા.. જેથી ગીતાબહેનની હાર બતાવવામાં આવી હતી.

કુબેરનગર વોર્ડની કોંગ્રસની પેનલ તૂટી

જોકે સમગ્ર મામલે ભાજપે ચૂંટણી કમિશનમાં રજૂઆત કરી હતી, બીજી તરફ રાજ્યના ચૂંટણી કમિશન દ્વારા તપાસ કરવમાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા..આ સાથે જ કુબેરનગર વોર્ડમાં હવે ત્રણ મહિલા અને એક પુરુષ વિજેતા બન્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33