Last Updated on April 10, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસ સતત હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા કેસને લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એટલી હદે સંક્રમિત દર્દીઓ આવી રહ્યા છે કે બેડ ખૂટી રહ્યા છે. ત્યારે, એએમસી દ્વારા કોવિદ હોસ્પિટલોની જાહેરાત કરવામાં આવી છે, જોકે આ જાહેરાતમાં મોટો છબરડો સામે આવ્યો છે.
મોટી મોટી જાહેરાતો કરવામા માહેર સરકારી તંત્ર હકિકતમાં શું સ્થિતી છે તે જોવાની દરકાર લેતું નથી અને આવું જ કંઇક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કર્યું છે. ગઇકાલે મોટા ઉપાડે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 18 જેટલી ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તો જાહેર કરી નાખી. પરંતુ આ હોસ્પિટલ અસ્તિત્વમાં છે કે નહીં તે જોવાની દરકાર ન લીધી.
આ જાહેરાત બાદ ભોપાળું એવું બહાર આવ્યું કે આરોગ્ય વિભાગે જે હોસ્પિટલનું લિસ્ટ જાહેર કર્યું તેમાં 17 નંબરની હોસ્પિટલ સેટેલાઇટ હોસ્પિટલના નામે હતી. જો કે આ સેટેલાઇટ હોસ્પિટલ છેલ્લા 2 વર્ષથી બંધ છે. અત્યારે તો આ હોસ્પિટલના પાટીયા પણ નથી. હોસ્પિટલ જે જગ્યાએ હતી ત્યાં બાંધકામ કામગીરી ચાલી રહી છે. ત્યારે તંત્રના ચોપડે બોલતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનું અસ્તિત્વ જ નથી. ત્યારે આ જાહેરાત કેવી રીતે કરાઇ હશે તેવો સવાલ ચોક્કસપણે ઉઠે.
એએમસી આરોગ્ય વિભાગનો મોટો છબરડો
- અસ્તિત્વ વગરની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ
- એએમસીએ મોટા ઉપાડે હોસ્પિટલ કરી હતી જાહેરાત
- ગઇ કાલે જાહેર કરાયેલ ૧૮ કોવિડ હોસ્પિટલ
- ૧૭ મા નંબરના સેટલાઇટ હોસ્પિટલનુ અસ્તિત્વ જ નહી
- સેટલાઇટ હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી બંધ
- હાલ સ્થળ પર હોસ્પિટલનુ ક્યા નથી બોર્ડ
- હોસ્પિટલ સ્થાને માત્ર બાંધકામ કામગીરી ચાલુ
- કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ ગઇ ક્યા ?
- સેટલાઇટ વિસ્તારના પુનિતા નગર પાસે હતી હોસ્પિટલ
- હોસ્પિટલ બંધ થયાના થયા બે વર્ષ
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31