GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ અમદાવાદના આ 8 વિસ્તારમાં રહો છો તો રાખજો સાવચેતી, AMCનો ફફડાટ બતાવે છે કે સ્થિતિ ગંભીર

Last Updated on March 9, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMC ચૂંટણીઓ પુરી થયા બાદ શહેરમાં દિવાળીવાળી થશે એવી દહેશતની વચ્ચે છેલ્લા આઠ દિવસથી શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.આજે સોમવારે 126 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને 400 ઉપર પહોંચી છે.

શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને 400 ઉપર પહોંચી

આ સંજોગોમાં કોરોનાને કાબૂમાં લેવા માટે ફરી મ્યુનિસિપલ વહીવટી તંત્ર દોડતુ થયું છે.કોરોનાને કાબૂમાં લેવા શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરાઓમાં ઓચિંતી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવા મ્યુનિ.ના સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમના વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સંક્રમણને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે

અમદાવાદ શહેરમાં એક સમયે કોરોનાના કેસની સંખ્યા ઘટીને 43 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ એ સમયે આપવામાં આવેલી છૂટછાટોને લઈને લોકો ફરી એક વખત માસ્ક પહેર્યા વગરના જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતુ નથી.બીજી તરફ શહેરની હોટલો અને રેસ્ટોરાઓને પણ જે સમયે મુકિત આપવામાં આવી હતી.એ સમયે કોવિડ-19ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ માટે કહેવામાં આવ્યુ હતું. હોટલ કે રેસ્ટોરાની ક્ષમતાથી પચાસ ટકાને જ પ્રવેશ આપવાની શરત સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી હતી.

કોરોના

હોટલ કે રેસ્ટોરાની ક્ષમતાથી પચાસ ટકાને જ પ્રવેશ આપવાની શરત સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી

આમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ હોવાની બાબત મ્યુનિસિપલ તંત્રના ધ્યાન ઉપર આવવા પામી છે. શહેરના એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ હોય કે દક્ષિણ અમદાવાદના વિસ્તારો લોકો પણ કોરોના ગયો એ પ્રમાણેની માનસિકતા સાથે ફરતા જોવા મળી રહ્યા છે.

કોરોના

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, શહેરના બોડકદેવ, થલતેજ, ગોતા, જોધપુર, મણીનગર, નવરંગપુરા, અને પાલડી અને નારણપુરા જેવા વિસ્તારોમાં ફરી એક વખત કોરોના કેસ વધી રહ્યા હોવાથી મ્યુનિ.દ્વારા આ તમામ વિસ્તારોમાં મોડી સાંજના કે પછી રાત્રિના સમયે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે.જો નિયમોનો ભંગ થયો હોવાનું માલૂમ પડશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા હોટલ-રેસ્ટોરા બંધ કરાવ્યા

સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની વિવિધ ટીમો શહેરના લો-ગાર્ડન ઉપરાંત અંકુર, નારણપુરા, પાલડી, મણિનગર, બોડકદેવ, જોધપુર સહિતના વિસ્તારોમાં મોડી રાતે આઠ વાગ્યા બાદ ઓચીંતી તપાસ માટે પહોંચી હતી.જયાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જણાતા હોટલો, રેસ્ટોરા ઉપરાંત ખાણી-પીણીના એકમો બંધ કરાવવામાં આવ્યા હતા.આ અગાઉ મળેલી મ્યુનિસિપલ અધિકારીઓની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ફરી વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી જેનો આજથી જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33