Last Updated on March 21, 2021 by
રાજ્યમાં વધતી જતી કોરોના મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. AMC દ્વારા 20 માર્ચના રોજ ફુડ બિઝનેસ તેમજ અન્ય કોઇ પણ વસ્તુ ડીલિવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ તથા અન્ય ધંધાકીય એકમમાં ડીલિવરી બોય/કામગીરી કરતા કર્મચારીઓના RTPCR ટેસ્ટ અંગે મહત્વની સૂચના આપવામાં આવી છે.
AMC એ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘ફુડ બિઝનેસ તેમજ અન્ય કોઇ પણ વસ્તુ ડીલિવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ તથા અન્ય ધંધાકીય એકમમાં ડીલિવરી બોય/કામગીરી કરતા કર્મચારીઓ માટે જ સ્પે. 500 રૂપિયામાં સેમ્પલિંગ સાથે RTPCR ટેસ્ટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી ખાનગી લેબોરેટરી દ્વારા કરી આપવામાં આવશે નહીં કે સામાન્ય નાગરીક માટે.’
AMC એ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘જો કોઇ સામાન્ય નાગરિક અથવા તો કોઇ દર્દી જો પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ કરાવવા જશે તો ખાનગી લેબોરેટરીએ સરકાર દ્વારા RTPCR ટેસ્ટ માટે જે ભાવ નક્કી કરેલો હશે તે જ ભાવ લેવાનો રહેશે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 18 જેટલી ખાનગી લેબોરેટરીને RTPCR ટેસ્ટ કરવાની માન્યતા અપાઈ છે અને આ લેબોરેટરીની યાદી પણ બહાર પાડવામાં આવી છે. કોરોના મહામારીને પહોંચી વળવા તેમજ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ફૂ઼ડ બિઝનેસ તથા અન્ય કોઈ પણ વસ્તુની ડિલિવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમો તથા અન્ય એકમમાં ડિલિવરી બોય/કામગીરી કરતા કર્મચારીઓ વગેરે વ્યક્તિના RTPCR ટેસ્ટ ફરજિયાતપણે કરાવવાના રહેશે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શાકભાજીના ફેરિયા, અનાજ કરિયાણાના વેપારીઓ, રીક્ષા ચાલકો, ફૂડ ડિલિવરી બોય વગેરેના સુપર સ્પ્રેડર ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31