GSTV
Gujarat Government Advertisement

અઝાન પર VCના પત્રથી મોટી બબાલ / ભાજપ-સપા વચ્ચે શરૂ થઇ નિવેદનબાજી, મૌલાનાએ કરી ફરિયાદ પરત લેવા માંગ

Last Updated on March 17, 2021 by

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અલાહાબાદ યુનિવર્સીટીના ઉપકુલપતિએ અઝાનને લઈને લખેલ ચિઠ્ઠીને કારણે ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રો. સંગીત શ્રીવાસ્તવએ સ્થાનિક ડીએમને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મસ્જિદમાં થતી અઝાનને કારણે તેમની ઊંઘ બગડે છે. એટલે આ મામલે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે. તો આ મામલે હવે ભાજપ અને સમાજવાદી પાર્ટી આમને સામને આવી ગયા છે અને નિવેદનબાજી શરૂ કરી દીધી છે.

અઝાન

પ્રોફેસર સંગીત શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને લખેલ ચિઠ્ઠીમાં કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગે મસ્જિદમાં અઝાન થતી હોય છે, તેવામાં લાઉડસ્પીકરના વધારે પડતા અવાજને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડે છે. અઝાનને કારણે ઊંઘ બગડે છે અને બાદમાં ઊંઘ પણ નથી આવતી. જેના કારણે આખો દિવસ માથામાં દુખાવો થતો રહે છે અને તેની અસર તેમના કામકાજ પર પણ પડે છે. જણાવી દઈએ કે આ ચિઠ્ઠી આ મહિનાની 3જી માર્ચના રોજ લખવામાં આવી હતી.

રાજકીય નિવેદનબાજી તેજ

સમાજવાદી પાર્ટીના અનુરાગ ભદૌરિયાએ સમગ્ર મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે જ્યારથી ભાજપ સરકાર બની છે ત્યારથી માત્ર જાતિ ધર્મની વાતો જ થઇ રહી છે. રોજગાર પર ભાર નથી મુકવામાં આવી રહ્યો. કોઈ પણ શિક્ષણ સંસ્થાએ આ પ્રકારના મુદ્દા પર ભાર ન મુકવો જોઈએ.

તો ભાજપ પ્રવક્તા નવીન શ્રીવાસ્તવે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું છે કે નમાજ કરવી અધિકાર છે પરંતુ કોર્ટ પહેલા જ કહી ચુકી છે કે લાઉડસ્પીકર લગાવવા વ્યક્તિની પ્રાયવસીનો ભંગ છે. ભાજપ પ્રવક્તાનું કહેવું છે કે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધારણીય દ્રષ્ટિએ અનુચિત છે.

મૌલાના ધર્મગુરુએ કરી ફરિયાદ

આ મુદ્દે મુસ્લિમ ધર્મ ગુરુ મૌલાના સૈફ અબ્બાસનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અઝાન તો માત્ર 2-3 મિનિટ માટે જ હોય છે. ફરિયાદ કરનાર લોકોએ એ પણ કહેવું જોઈએ કે સવારે આરતી થાય છે તેનાથી પણ ઊંઘ ખરાબ થાય છે. મુસ્લિમ ધર્મગુરુએ કહ્યું છે કે માત્ર અઝાન માટે આવી ફરિયાદ કરવી ખોટું છે. એવામાં ફરિયાદીએ આ પ્રકારની ફરિયાદ પરત લેવી જોઈએ.

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સુફિયાન નિઝામીએ આ વિવાદ પર કહ્યું છે કે આપણા દેશમાં દરેક ધર્મના લોકો રહે છે, ક્યાંક મસ્જિદમાં અઝાન થાય છે તો ક્યાંક મંદિરમાં ભજન-કીર્તન. જો કોઈ કહે કે માત્ર અઝાનને કારણે ઊંઘ બગડે છે તો તે ખોટું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33