GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : કોરોના પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમારની તબિયત લથડી, હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ

Last Updated on April 5, 2021 by

બોલિવૂડના એક્શન સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ અક્ષયન કુમારની હાલત બગડી છે. જણાવામાં આવી રહ્યુ છે કે, અક્ષય કૂમારને પવઈ સ્થિત હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અક્ષય કૂમાર અથવા તેની ટીમ તરફથી અભિનેતાના હૉસ્પિટલમાં દાખલ થવાને લઈને કોઈ પુષ્ટિ કરાઈ નથી.

આ પહેલા અક્ષય કુમારે પોતાના ફેન્સની સાથે કોવિડ-19થી સંક્રમિત થવાના સમાચાર શેર કર્યા હતા, તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ હોમ ક્વોરન્ટાઈન છે, ફેન્સને અક્ષયે આશ્વાત કર્યું હતું કે તેઓ જલ્દી પરત ફરશે. આ સાથે તેઓ એ પણ તેમને આગ્રહ કર્યું હતું કે છેલ્લા ઘણા દિવસોમાં તેમના સંપર્કમાં જે પણ લોકો આવેલા હોય તેઓ પોતાનો કોરોનાવાયરસનો ટેસ્ટ કરાવે.

અક્ષય કુમારે ફેંસને આપી માહિતી

અક્ષય કુમારે તેની પોસ્ટમાં લખ્યું- “હું દરેકને જાણ કરવા માંગુ છું કે મારો કોવિડ -19 ટેસ્ટ સવારે પોઝિટિવ આવ્યો છે. બધા પ્રોટોકોલને અનુસરીને મેં મારી જાતને અલગ કરી છે. હું હોમ કવોરન્ટાઈન છું અને બધી આવશ્યક આરોગ્ય સંભાળ લઈ રહ્યો છું. હું દરેકને વિનંતી કરું છું કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ તેમનો ટેસ્ટ કરાવે અને પોતાનું ધ્યાન રાખે. ટૂંક સમયમાં એક્શનમાં હુ પરત ફરીશ “

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે તાજેતરમાં જ જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા સાથે તેની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક પુરાતત્ત્વવિદ્ની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષય કુમારે શનિવારે મડ આઇલેન્ડ પર ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝની પુષ્ટિ થયા પછી અક્ષય કુમારને કારણે સોમવારની ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. સૂત્રોના હવાલેથી લખ્યું છે કે ફરીથી ફિલ્મના શૂટિંગ શરૂ થવામાં ઓછામાં ઓછા 13 થી 14 દિવસનો સમય લાગશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33