GSTV
Gujarat Government Advertisement

જિયોને ટક્કર આપવાનો માસ્ટર પ્લાન બનાવી રહ્યું છે એરટેલ, આ સર્વિસ શરુ કરવા વળી દેશની પહેલી ટેલિકોમ કંપની બનશે

એરટેલ

Last Updated on February 24, 2021 by

ટેલિકોમ સેક્ટરમાં જિયો દ્વારા માર્કેટની મોટી ભાગીદારી પર કબ્જો જમાવેલ મુકેશ અંબાણીને સુનિલ ભારતી મિત્તલની કંપની એરટેલ 5જી દ્વારા મોટો પડકાર આપવાની તૈયારી કરી રહી છે. એની કડીમાં કંપનીએ ચિપ બનાવવા વાળી કંપની ક્વોલકોમ સાથે પાર્ટનરશિપની ઘોષણા કરી છે. દેશમાં 5જી સર્વિસને જલ્દીમાં જલ્દી લાવવા માટે એરટેલે મંગળવારે આ ઘોષણા કરી છે.

આ પહેલા હાલમાં જ એરટેલે હૈદરાબાદમાં એક લાઈવ કમર્શિયલ નેટવર્ક પર 5જી સર્વિસ પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી એરટેલ એવું કરવા માટે ભારતની પહેલી ટેલિકોમ કંપની બની ગઈ છે. કંપનીએ હૈદરાબાદ ઇવેન્ટ પછી દાવો કર્યો હતો કે દેશની પહેલી એવી ટેલિકોમ કંપની થઇ ગઈ છે જે સૌથી પહેલા 5જી સર્વિસ દેશમાં લાવી રહી છે.

શું છે તૈયારી

એરટેલના એક નિવેદન મુજબ, ‘કંપની પોતાના નેટવર્ક વિક્રેતાઓ અને ઉપકરણ ભાગીદારોના માધ્યમથી એરટેલ વર્ચ્યુઅલાઈઝ્ડ અને ઓપન રેન-આધારિત 5જી નેટવર્કની શરૂઆત કરવા ક્વાલકોમના 5જી રેન પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. એરટેલ ઓ-રેન ગઠજોડના નિર્દેશક મંડળની સભ્ય હોવાના કારણે એને સફળ બનાવવામાં પ્રતિબદ્ધ છે. કંપની ભારતમાં ઓ-રેનના અમલ માટે ક્વોલકમ સાથે હાથ મિલાવી કામ કરી રહ્યા છે .’

ઘરમાં મળશે ફાસ્ટ નેટવર્ક

એરટેલ અને ક્વૉલકૉમ એક સાથે 5જી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ નેટવર્ક બનાવવા માટે ઘરેના ઇન્ટરનેટ નેટવર્કને પણ અપગ્રેડ કરવાની પણ યોજના છે, જે હઠળ બ્રોડબેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી ગીગાબીટ ક્લાસ હોમ વાઈ-ફાઈ નેટવર્ક આપવામાં આવશે. એનાથી ઘર પર ફાસ્ટ ઇન્ટરનેટ ચાલશે, જેના દ્વારા એરટેલ બીજી કંપનીઓને ટક્કર આપવાની યોજના બનાવી રહી છે. કંપની આ યોજના હેઠળ 5જી સર્વિસ રિલાયન્સ જીઓને ટક્કર આપવા માંગે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30