GSTV
Gujarat Government Advertisement

કંદહારમાં આતંકીઓ કરી રહ્યા હતા સેના પર હુમલાની તૈયારી, એરફોર્સે એરસ્ટ્રાઇક કરી ગણી ગણીને માર્યા 100થી વધુ તાલિબાની આતંકી

Last Updated on April 5, 2021 by

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના વિવિધ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં કરાયેલા હવાઇ હુમલામાં તાલિબાનના ટોચના કમાન્ડર સહિત 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે અને અનેક ટેંકોનો પણ ખાતમો બોલાવ્યો છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમાને ટ્વીટ કરીને કહ્યુ હતું કે તાલિબાની આતંકીઓ કોઇ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યા હતા જેની જાણકારી મળી આવતા આ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જે આતંકીઓ માર્યા ગયા છે તેમાં તાલિબાનના ટોચના કમાન્ડર ઉપરાંત 10થી વધુ સુસાઇડ બોમ્બરનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર જેટલા આતંકીઓ માર્યા ગયા તેનાથી પણ વધુ આ હુમલામાં ઘવાયા છે. તાલિબાન આ વિસ્તારમાં ઘણા સમયથી અફઘાનિસ્તાન સંરક્ષણ અને સુરક્ષા જવાનો પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું અને તેના માટે કેમ્પો પણ નાખ્યા હતા.

જેની જાણકારી અફઘાનિસ્તાન એરફોર્સને થઇ જતા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકીઓ હોવાની જાણ થતા જ સૈન્યએ હવાઇ હુમલા કરી દીધા હતા. ઉપરથી બોમ્બમારો થતા અનેક આતંકીઓ ભાગવાની કોશીશ કરી રહ્યા હતા પણ માર્યા ગયા.

અફઘાનિસ્તાન સુરક્ષા જવાનોએ તાજેતરના હુમલામાં તાલિબાનને સૌથી વધુ નુકસાન પહોંચાડયું છે. અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ માટે તાલિબાનની સાથે અમેરિકા સતત પ્રયાસો કરી રહ્યું છે. જોકે તેમ છતા તાલિબાન દ્વારા વારંવાર હુમલા કરાઇ રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી સમજૂતી અનુસાર 1 મેના રોજ અમેરિકા પોતાનું સૈન્ય પરત બોલાવવા જઇ રહ્યું છે.

હાલમાં જ તાલિબાન આતંકીઓએ ધમકી આપી હતી કે જો પહેલી મેના સુધીમાં અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યને કાઢી મુકવામાં નહીં આવે તો અમે તેમના પર હુમલા કરી દઇશું. આ ધમકી બાદ અફઘાનિસ્તાન સૈન્યએ કંદહારમાં કરેલા હવાઇ હુમલામાં આતંકીઓના ટેંક સહિતના વાહનો અને રોકેટ લોંચર, હિથયારો વગેરેનો પણ ખાતમો બોલાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33