Last Updated on March 24, 2021 by
દેશના સૌથી વ્યસ્ત પૈકીના એરપોર્ટમાં સામેલ અમદાવાદ એરપોર્ટની હાલત અમદાવાદના રોડ જેવી જ છે. અમદાવાદના રોડ જેમ જ અમદાવાદ એરપોર્ટના રન-વેમાં પણ ક્યારેક ગાય ક્યારેક વાંદરા તો ક્યારેક શ્વાન દોડતા જોવા મળે છે. શરીરમાં હૃદય જેટલું જ મહત્વ એરપોર્ટમાં રન-વેનું હોય છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ ખાતે રન-વેની જાળવણીમાં અવાર-નવાર છીંડા સામે આવી રહ્યા છે અને જેમાં હવે વધુ એક શરમજનક પ્રકરણનો ઉમેરો થયો છે. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે એક વિમાનને ‘ડોગહિટ’ થતા રહી ગયું હતું. આ શ્વાનને ભગાડવા ઓથોરિટીની ટીમે એરપોર્ટના રેમ્પ પર બે જીપો ૨૦ મિનિટ સુધી દોડાવી હતી. આમ, શ્વાન આગળ અને બે જીપો રીતસરની પાછળ દોડતા એરપોર્ટ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
શ્વાન આગળ અને બે જીપો રીતસરની પાછળ દોડતા એરપોર્ટ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે એક વિમાનને ‘ડોગહિટ’ થતા રહી ગયું
અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ પણ સુરક્ષામાં ક્યાંકને ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે.અદાણી સંચાલીત અમદાવાદ એરપોર્ટ પર કૂતરા-વાંદરાની ઘૂસણખોરી સામાન્ય બનતી જાય છે. આ ઘૂસણખોરી અટકાવવા એરપોર્ટ યોગ્ય કામગીરી થતી ન હોવાથી અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર બેંગલુરુ થી અમદાવાદ આવતા ઇન્ડિગોના એક વિમાનને ડોગહિટ થતા રહી ગયું હતું. વિમાને બપોરે ૧૨ઃ૧૦ કલાકે લેન્ડ થયાની થોડીક ક્ષણોમાં એક કૂતરું રેમ્પ વચ્ચોવચ આવી પહોંચ્યુ હતું. જ્યાં તમામ ડોમેસ્ટિક વિમાન પાર્ક થયેલા હતા.
રેમ્પ પરના સીસીટીવીમાં દેખાતા તાકીદે રેમ્પ પર કામ કરતા કર્મચારીઓએ ઓથોરિટીને મેસેજ કરતા બે જીપો આવી પહોંચી
આ કૂતરું દોડધામ કરતા રેમ્પ પરના સીસીટીવીમાં દેખાતા તાકીદે રેમ્પ પર કામ કરતા કર્મચારીઓએ ઓથોરિટીને મેસેજ કરતા બે જીપો આવી પહોંચી હતી. કેમ કે, આ કૂતરાને તાત્કાલિક હટાવવુ એટલા માટે જરૃરી હતું કે આ રેમ્પ પરથી વિમાન ટેકઆફ માટે રન વે પર જાય છે. લેન્ડ થયા બાદ રેમ્પ પરથી પાકગમાં જાય છે. જેથી ઓથોરીટીની બે જીપ એટીસી ટાવરથી વ્હીકલ ગેટ સુધી ત્યાંથી ફરીથી એટીસી ટાવર સુધી દોડાવી હતી ત્યાંથી પણ કૂતરું ખુલ્લા ખેતર તરફ આગળ વધ્યું હતું. આમ ઓથોરીટીની બે જીપોમાં સવાર ટીમને ૨૦ મિનિટ સુધી રેમ્પ પર આમતેમ દોડાવી હતી. આમ ભારે જહેમત બાદ રેમ્પ પરથી કૂતરાને હટાવી ટર્મિનલ બહાર કાઢવામાં આવ્યુ હતું.
થોડા વખત પહેલા ઇન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થયા બાદ ‘રેબિટ હિટ’ થતા ડીજીસીએની તપાસ ચાલી રહી છે
મહત્વનું એ છે કે થોડા વખત પહેલાં પણ કૂતરાઓ ફ્લાઇટ સુધી પહોંચી જવાની ઘટના સામે આવી છે તેમ છતાં અધિકારીઓ કોર્પોરેશનની ટીમ સાથે યોગ્ય સંકલન ના અભાવે કુતરાઓ ટમનલ સુધી પહોંચી જાય છે. થોડા વખત પહેલા ઇન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થયા બાદ ‘રેબિટ હિટ’ થતા ડીજીસીએની તપાસ ચાલી રહી છે.
લોકડાઉનમાં પાર્ક થયેલી એક ફ્લાઈટના વ્હીલ વચ્ચે સાપ વીંટળાઈને પડયો હતો. આમ અમદાવાદ એરપોર્ટ જાણે પ્રાણીસંગ્રાલયમાં ફેરવાઇ ગયુ હોય તેમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે ‘બપોરનો સમય હતો જેથી ફલાઇટ ઘણી ઓછી હતી જો સવાર કે સાંજના સમયે રેમ્પ વચ્ચે કૂતરુ આવી ગયુ હોત તો અનેક ફલાઇટોને અટકાવવી પડત. ‘
એરપોર્ટમાં શ્વાન-વાંદરાની ઘૂસણખોરી અટકાવવી મુશ્કેલ?
અમદાવાદ એરપોર્ટ ટમનલ-રન-વેની આસપાસ મોટાભાગનો રહેણાંકવાળો વિસ્તાર હોવાથી કૂતરા-વાંદરાઓની ઘૂસણખોરી અટકાવવી અધિકારીઓ માટે મુશ્કેલ છે. તેમ છતાં વાંદરાઓને અટકાવવા રન-વેની દિવાલ પર હળવો કરંટ વહેતો કરાયો છે. જો કે કૂતરાને અટકાવવા અતિમુશ્કેલ છે, હાલમાં ટમનલના પાછળ કાર્ગો સાઈડથી કૂતરાઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ટમનલમાં આગળની કેટલીક સાઇડેથી પણ કૂતરા ઘૂસી જતા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ કૂતરાઓ ક્યાંથી ઘૂસણખોરી કરે તેને અટકાવવા અધિકારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31