GSTV
Gujarat Government Advertisement

ઓહ નો/ ગુજરાતની આ પાલિકામાં ઔવેસીની પાર્ટીને આપવું પડશે આ પદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાઠું કાઢ્યું

Last Updated on March 2, 2021 by

રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ જોતા સ્પષ્ટ થાય છે કે લોકોએ માસ્કના નામે ઉઘરાવેલા દંડ, વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીને સ્વીકારી છે જ્યારે કોંગ્રેસને જાકારો આપ્યાં છે.

સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે. રાજ્યની કેટલીક નગરપાલિકામાં તો કોંગ્રેસને જનતાએ એ હદે જાકારો આપ્યો છે કે વિપક્ષમાં બેસી શકે તેટલી બેઠક પણ મેળવી શકી નથી.

જૂનાગઢ, મોરબી જેવી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના સંપૂડાસાફ થઇ ગયા છે. મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી થઇ છે. મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીની 9 બેઠકો પર જીત થઇ છે. જેને કારણે હવે ઓવૈસીની AIMIM નવી ભૂમિકામાં જોવા મળશે.

ઓવૈસીની પાર્ટીએ પ્રથમ પ્રયાસે જ 9 બેઠકો પર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ 19 સીટો પર વિજય મેળવ્યો છે અને કોંગ્રેસ માત્ર 8 સીટ પુરતી સિમિત રહી ગઇ છે. પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે. સમગ્ર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે.

અગાઉ પણ રાજ્યમાં મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 7 બેઠકો પર જીત મેળવી છે. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIM એ જીત મેળવી છે.

અત્રે એ નોંધનીય છે કે સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM ને સારો પ્રતિસાદ મળ્યો છે. આપ અને AIMIM ને મળેલી સીટ મોટાભાગે કોંગ્રેસની છે. એટલે જે બેઠક આ બંને પક્ષને મળી તે કોંગ્રેસની પરંપરાગત બેઠકો હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33