GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાનો સ્વીકાર, જાણો કોને સોંપાઈ સુકાન માત્ર એક ક્લિકે

કોંગી

Last Updated on March 21, 2021 by

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે રકાસ બાદ વિપક્ષમાં રાજીનામાનો દોર શરૂ થયો હતો. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકાનું રાજીનામુ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડે સ્વીકાર્યું છે. નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતન રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધદેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે.

કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતનરાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધ દેસાઈ

amit chavda paresh dhanani
  • અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાનો સ્વીકાર
  • શશિકાંત પટેલ-બાબુ રાયકાનું રાજીનામું સ્વીકારાયુ
  • અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ માટે ઇન્ચાર્જ પ્રમુખની નિમણૂંક
  • અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ શહેર પ્રમુખ ચેતન રાવલ
  • સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ શહેર પ્રમુખ નૈષધ દેસાઇ

ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે કુલ 576 સીટોમાંથી 84 ટકા એટલે કે 483 બેઠકો પર બહોળો વિજય નોંધાવ્યો હતો. અને કેસરીયો લહેરાયો હતો. બીજી તરફ સુરત શહેરમાંતો કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નહોતી. ઉલ્લેખનીય છે કે નબળા પરિણામોને પગલે કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામા ધરી દીધું હતું,

અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસ પાર્ટીને માત્ર 25 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જે 2015માં 50 સીટો હતી. આ વખતે 25 બેઠકોનું ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. આમ પાછલી સીટો જાળવી રાખવામાં પણ વિપક્ષ નિષ્ફળ રહી હતી. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એ તમામ મહાનગર પાલીકા પર કબ્જો કર્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33