Last Updated on April 15, 2021 by
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં વીતી રાતથી જ રેમડેસિવિર ઇન્જેકશન માટે લોકો લાઇનમાં લાગી ગયા છે. શનિવારે એક દીવસના બંધ બાદ રવિવારથી ફરી ઝાયડસે ઇન્જેકશન આપવાની શરૂઆત કરી છે. રવિવારે આઠ હજારથી વધુ લોકોને ઇન્જેકશન અપાયા છે. ઝાયડસ હોસ્પિટલમાંથી સૌથી સસ્તા દરે રેમડેસિવિર ઇન્જેકશન મળતુ હોવાથુ રાજયભરમાંથી દર્દીના સગાઓ અહી આવી રહ્યા છે. વહેલી સવારથી બે કિલોમીટરથી લાંબી અહી લાઇન લાગી હતી.
ગુજરાતમાં કોરોના કેસનો આંકડો પ્રતિદિવસ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 5469 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 54 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 18, વડોદરામાં 7 દર્દીના મોત થઇ ગયા છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4800 દર્દીના મોત થઇ ચૂક્યા છે.
તો હાલમાં 203 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 27 હજાર 568 થઇ ગઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 2976 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં કુલ 3 લાખ 15 હજાર 127 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે.
તો રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ તો
- અમદાવાદ ૧૫૩૨
- સુરત ૧૪૪૮
- રાજકોટ ૪૭૫
- વડોદરા ૪૧૬
- જામનગર ૩૧૨
- પાટણ ૧૨૪
- મહેસાણા ૧૨૭
- ભાવનગર ૯૭
- ગાંધીનગર ૧૦૧
- મોરબી ૫૪
- કચ્છ ૫૩
- નર્મદા ૫૦
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31