GSTV
Gujarat Government Advertisement

હનીટ્રેપ/ રૂપસુંદરીની જાળમાં ફસાયા વૃદ્ધ : વાતોમાં ફસાવી પહેલાં લઇ ગઇ હોટલમાં અને પછી…, રૂ. 13 લાખની ખંડણી માંગી

Last Updated on March 30, 2021 by

અમદાવાદ શહેરમાં વધુ એક હનીટ્રેપની ફરિયાદ સામે આવી છે. જેમાં નોકરીની લાલચે વૃદ્ધ સાથે સંબંધ કેળવીને ફસાવી લેવામાં આવ્યાં. મહિલાએ મળવા માટે હોટલમાં બોલાવીને કપડાં ઉતારી લીધા અને મહિલા સાથે જોડાયેલા અન્ય 4 લોકોએ વૃદ્ધને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી. જ્યાર બાદ 13 લાખની માંગ કરીને સમાધાન નક્કી કર્યું હતું. આ અંગે વૃદ્ધએ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.

અમદાવાદનાં ચાર વયસ્ક સંતાનોના વૃદ્ધ પિતા ફોન પર આવેલા મિસ કોલમાં ફસાઈ ગયા અને મહિલા તથા તેના સાથીદારોએ ભેગાં મળીને વૃદ્ધ પાસે 13 લાખની ખંડણી માંગી હતી. આ સમગ્ર પ્રકરણમાં વૃદ્ધને મહિલા બર્થડે હોવાનું કહીને તેઓને એક હોટલમાં લઈ ગઈ હતી ત્યાં બંન્ને કપડાં કાઢીને નગ્ન થઈ ગયાં. બાદમાં થોડી જ વારમાં મહિલા બૂમો પાડતાં વૃદ્ધ ડરી ગયા અને અચાનક જ ત્યાં મહિલાની ગેંગ હોટલમાં આવી ગઇ અને તેઓએ વૃદ્ધ પાસે રૂપિયા 13 લાખની ખંડણી માંગી હતી. જેથી આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી.

મે આશા બોલ રહી હું; મુજે નોકરી કી જરૂરત હૈ કહીને વૃદ્ધને ફસાવ્યાં

બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ મૂળ અમરેલીના અને હાલમાં તેમનાં પત્ની સાથે અમદાવાદમાં જ રહે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસેક દિવસ પહેલાં આ વૃદ્ધના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો જેમાં સામે ફોન કરનારી વ્યક્તિએ પોતે “મે આશા બોલ રહી હું; મુજે નોકરી કી જરૂરત હૈ”. જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે એવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવા જણાવ્યું હતું.

બાદમાં આ વૃદ્ધએ કઠવાડા GIDC માં તને નોકરી મળશે એવું કહેતાં યુવતીએ એ સ્થળ દૂર પડશે એમ જણાવ્યું હતું. આથી આ યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો, એમ કહીને વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વિજયપાર્ક આ જાના, એમ કહીને વૃદ્ધને મળવા બોલાવ્યાં હતાં પરંતુ તેઓ ત્યાં જવાનું ભૂલી ગયા અને તેઓ મંદિરે દર્શન કરવા નીકળી ગયા હતાં.

સાંજે મહિલાનો ફોન આવ્યો અને તેને વૃદ્ધને મળવા જણાવ્યું

બાદમાં જ્યારે વૃદ્ધ દર્શન કરતા હતાં ત્યાં જ આ મહિલાનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ નજીક મળવા આવવાનું જણાવ્યું. જેથી વૃદ્ધ ત્યાં પહોંચતાં જ મહિલા તેમની બાઇક પર બેસી ગઈ અને વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતાં પરંતુ ત્યાં નોકરી નક્કી ન થતાં મહિલા વૃદ્ધ સાથે પરત કૃષ્ણનગર આવી. જ્યાં આ મહિલાએ વૃદ્ધ પાસે 100 રૂ. માગતાં વૃદ્ધે તેને મદદ કરી હતી. બાદમાં સાંજે આ મહિલાનો ફોન આવ્યો હતો અને તેને વૃદ્ધને મળવા જણાવ્યું હતું. મહિલાએ ફોન કરીને કહ્યું હતું કે, ‘તે ભાભી સાથે સિવિલ હોસ્પિટલમાં છે અને તેને મોડું થવાનું છે, જેથી બીજે દિવસે સૈજપુર મળવાના મેસેજ કર્યાં હતાં.’

હવે આ મહિલાએ વૃદ્ધને ફોન કરીને જણાવ્યું હતું કે, તેને તેમની સાથે વાત કરવી છે જેથી વસ્ત્રાલ દાદાના મંદિર પાસે જઈને તે વાત કરશે. વૃદ્ધએ કહ્યું, અહીં જ વાત કરીએ તો પરંતુ મહિલાએ ઇન્કાર કરતા કહ્યું કે, અહીં તેના ઓળખીતા ઘણાં છે એટલે વૃદ્ધ તેને વસ્ત્રાલ લઈ ગયા. હવે ત્યાં પહોંચીને મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતાં વૃદ્ધે પટેલનો દીકરો શોધીને લગ્ન કરાવવાનું કહ્યું હતું.

બર્થડે હોવાનું કહીને મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું

જો કે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં પરમ દિવસે બર્થડે હોવાનું કહીને મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. ત્યારે વૃદ્ધએ જણાવ્યું હતું કે, હોટલમાં તો આઈડી પ્રૂફ માંગે છે તો મહિલાએ કહ્યું કે તેની પાસે બધાં જ પ્રૂફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર ખાતે મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં 600 રૂ. આપીને રૂમ નંબર 503માં ગયા હતાં. જ્યાં આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતાં વૃદ્ધએ તેને બે હજાર આપ્યાં હતાં. બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ તેને નગ્ન કરીને બાહોપાશમાં જકડી લીધા હતાં. પરંતુ અચાનક બાદમાં કેટલાંક પુરુષ અને મહિલા રિસેપ્શન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતાં. બાદમાં એક શખ્સે આવીને કહ્યું કે, આશા તેની બહેન છે, એમ કહીને તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતાં.

13 લાખની માંગ કરી વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી

જો કે, બાદમાં અનેકો વખત વાતો કરીને રૂ. 13 લાખની માંગ કરીને વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જો કે, રાજેશ નામની એક વ્યક્તિએ દસ લાખમાં મામલો પતાવી દેવા જણાવ્યું હતું. આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાંક માણસો ત્યાં આવ્યાં અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું પરંતુ ફરિયાદ કરનાર મહિલા અમિષા હતી અને તે જ આશા બનીને આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતાં વૃદ્ધે પોલીસને રજૂઆત કરતાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો હતો. જેથી બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33