GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં વધતું ગુનાખોરીનું પ્રમાણ, વટવામાં ધોળા દિવસે યુવક પર ફાયરિંગ, પોલીસે શરૂ કરી તપાસ

Last Updated on March 7, 2021 by

દેશમાં સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક શહેર અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. શહેરના વટવા રિંગરોડ પર આવેલા ગામડી ચાર રસ્તા પાસે યુવક પર ફાયરિંગ કરી હુમલાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. ફાયરિંગમાં ફરિયાદીના કમરના ભાગે ગોળી વાગી હતી.

અમદાવાદ

ફરિયાદી પર હુમલો કરનાર અન્ય કોઈ નહીં પણ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી નવઘણ ભરવાડ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર વિવાદ પાછળ ફરિયાદીના ભાઈની દીકરી અડાસર ગામના યુવર સાથે પ્રેમ સંબંધમાં ફરાર થઈ હતી. જેની અદાવત રાખી ફરિયાદી પેથાભાઇ અને તેના પરિવારજનોએ યુવકના પરિવારો પર હુમલો કર્યો હતો. જે અંગેની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધાઈ હતી હતી.

આ હુમલાનો બદલો લેવા પોલીસ કર્મચારી નવઘણ ભરવાડે  ફરિયાદી અને તેના બે પરિચિત ભાઈઓ પર હુમલો કર્યો હતો..  તો બીજી તરફ પોલીસે હુમલો કરનાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી 6 આરોપીની શોધખોળ  પોલીસે હાથ ધરી હતી.

This image has an empty alt attribute; its file name is vatva-firing2-1024x683.jpg

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33