Last Updated on March 26, 2021 by
અમદાવાદમાં શહેર પોલીસે કોવિડ 19ના નિયમોના ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવાની સાથે સાથે હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં જ અમદાવાદ પોલીસ કમિશનરે વાહનોની સ્પીડને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકોએ મહત્તમ 60ની સ્પીડ તેમજ ફોર વ્હીલર ચાલકોએ મહત્તમ 40ની સ્પીડે વાહન હંકારવું પડશે. જ્યારે કે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે.
જો સ્પીડ વધુ હશે તો જાહેરનામાંના ભંગનો ગુનો નોંધાશે
જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામાંના ભંગનો ગુનો નોંધીને જે-તે વ્યક્તિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ 8 કરતાં વધુ સીટ ધરાવતા વ્હીકલ 70ની સ્પીડે, ટ્રેકટર 30ની સ્પીડે જ હંકારી શકશે. તદુપરાંત કેબ માટે પણ 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો કે શહેરી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ 8 કરતા વધુ પેસેન્જરોવાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. કારણ કે શહેરના ભરચક વિસ્તારોમાં આવાં ભારે વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે અનેકોવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં નિર્દોષ લોકોના મોત નિપજતા હોય છે.
ગુજરાતના માર્ગ અકસ્માતના નિરાશાજનક આંકડાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભલે રોડ સેફટીને લઇને ગુજરાત ભલે સુરક્ષીત હોવાની વાતો કરતું હોય પરંતુ ગુજરાતના માર્ગ અકસ્માતના નિરાશાજનક આંકડાઓ સામે આવ્યાં છે. જેમાં ગુજરાતમાં રોજના 18 લોકો વાહન અકસ્માતમાં મૃત્યુ પામે છે. તો રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં વાહન અકસ્માતથી 13,456 લોકોના મોત થયાં છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 30377 વાહન અકસ્માતના બનાવો બન્યાં છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં વાહન અકસ્માતે 1351 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરતમાં 1237, રાજકોટ 655 અને કચ્છમાં 578 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યાં છે.
ઓવર સ્પિડીંગને લઈને શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
શહેરી વિસ્તારોમાં ટુ-વ્હિલર માટે 60ની સ્પીડ નક્કી કરવામાં આવી
ફોર-વ્હિલર ચાલકોની 40 ની સ્પીડ
ટ્રાન્સ્પોટેશન કરતા વ્હિલર સ્પીડ 70 ની
ટ્રેકટરની સ્પીડ 30ની રહેશે
ટ્રાન્સ્પોટેશન ટુ વ્હિલર માટે 60 ની સ્પીડ નિર્ધારિત કરાઈ છે
શહેરી વિસ્તારમાં ટેક્સી ચાલકો માટે 40ની સ્પીડ નક્કી કરાઈ છે
ગુજરાતમાં અકસ્માતનો આંકડો
પ્રતિદિન ૧૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત
છેલ્લાં ૨ વર્ષમાં ૧૩૪૫૬ લોકોના મોત
છેલ્લાં ૨ વર્ષમાં ૩૦,૩૭૭ વાહન અકસ્માતના બનાવ
સૌથી વધુ અમદાવાદમાં ૧૩૫૧ લોકોએ જીવ ગુમાવ્યો
સુરતમાં ૧૨૩૭, રાજકોટમાં ૬૫૫, કચ્છમાં ૫૭૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31