GSTV
Gujarat Government Advertisement

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, મરતા પહેલા Video બનાવી જણાવી કરૂણ કહાની

Last Updated on March 4, 2021 by

અમદાવાદમાં વધુ એક વેપારીએ વ્યાજખોરીના ત્રાસના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકે દેવાના કારણે આત્મહત્યા કરતા પહેલા પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા અંગે વીડિયો પણ બનાવ્યો હતો.

મૃતકની પરિવારને ન્યાય મળે અને વ્યાજખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ

આ ઘટનામાં બે મહિલા અને ત્રણ પુરુષો પર વ્યાજખોરીનો ગંભીર આરોપ લાગ્યો છે. કારણ કે આત્મહત્યા કરનાર કન્સ્ટ્રકશનના વેપારીને આરોપી તરફથી વારંવાર પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા પરત આપવાનું દબાણ કરવામાં આવતું હતું. જો કે વેપારીએ કામ બંધ થઈ જતા અને કરેલા કામના સમયસર પૈસા પરત નહીં આવતા વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે મૂડી અને બે મહિનાથી વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ પાંચેક વ્યાજખોરો સામે નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.

મહત્વનું છે કે મૃતક શફિક ભાટીએ પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવી પરિવારને ન્યાય મળે અને વ્યાજખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે પ્રકારનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેને પોલીસે કબજે લીધો છે.

suicide

આરોપીઓ રૂપિયા વસુલાત કરવા કડક હાથે ઉઘરાણી કરતા

પોલીસે શફિક ભાટીના પરિવારજનોની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાંથી બે મહિલા આરોપીઓ પણ છે કે જેમની પાસેથી થોડા સમય અગાઉ વ્યાજે રૂપિયા લેવામાં આવ્યા હતાં. આરોપી સબાના અને રશ્મી સિવાય એઝાઝ બાપુ અને ટાઇશન નામના વ્યક્તિ પાસેથી પણ મૃતકે લાખો રૂપિયા વ્યાજે લીધા હતાં. પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે કન્સ્ટ્રક્શનના કરેલા કામની રકમ પરત ન આવતાં 50 લાખથી વધુનું દેવું થઈ ગયું હતું અને આરોપીઓ આ રૂપિયા વસુલાત કરવા કડક હાથે ઉઘરાણી કરતા. જેથી કંટાળીને શફિક ભાટીએ મોબાઈલ વિડિયો બનાવી જુહાપુરાની ફતેવાડી કેનાલમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

6 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી છે

સરખેજ પોલીસે હાલ આ કેસમાં સંડોવાયેલ અન્ય ફરાર આરોપીની પકડવા માટે તજવીજ હાથ ધરી છે. સાથો સાથ મોબાઈલ કબ્જે કરી FSLમાં વિડીયોની ખરાઈ કરાવવા પણ તજવીજ હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં હાલ આત્મહત્યાના દુષ્પ્રેરણ અને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની ફરિયાદ પણ નોંધી છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો એટલા માટે કહી શકાય કે એક પછી એક વ્યક્તિઓ અમદાવાદમાં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ ત્રાસ હોવાનું સામે આવી રહ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33