GSTV
Gujarat Government Advertisement

મહત્વના સમાચાર/ આવતી કાલથી ટી 20 મેચની ટીકિટના રિફંડની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે રિફંડ મેળવી શકશો

T 20 match ticket refund

Last Updated on March 16, 2021 by

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 પ્રેક્ષકો વગર રમાડવાના નિર્ણય બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટીકિટના રિફંડની જાહેરાત કરી દીધી છે. તારીખ 16, 18 અને 20 માર્ચની લીધેલી ટીકિટના રિફંડની પ્રક્રિયા 17 માર્ચથી શરૂ થશે અને 22 માર્ચે રિફંડની આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે.

ે લોકોએ ઓફલાઈન ટીકિટ લીધેલી છે તેમને સ્ટેડિયમ પર જઈને ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પરથી રિફંડ અપાશે. ઓફલાઈન ટીકિટના રિફંડની પ્રક્રિયા 18 માર્ચે સવારે 10 વાગ્યાથી 22 માર્ચ સાંજે ચાર વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઈન ટીકિટના રિફંડ સમયે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને ધ્યાને રાખી તેમજ અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને ગઇ કાલે સોમવારના રોજ મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18 અને 20 તારીખે રમાનારી મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવામાં આવે. આવતી કાલે રમાનારી ટી-20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે.’

સોમવારના રોજ ખુદ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી

આ સાથે ગુજરાત કિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પણ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ‘જે લોકોએ ત્રણેય ટી-20ની ટીકિટ ખરીદી છે તે તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33