GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, પાલડી, ગોતામાં હાહાકાર : ચૂંટણી બાદ અમદાવાદ અને સુરતમાં કોરોનાની બીજી લહેર

Last Updated on March 23, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં આંક 500ને વટાવી જતાં આજે રાજ્યમાં કુલ 1730 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 1255 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદી અને ડોક્ટર કાર્તિક પરમારના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના એક-બે નહીં પરંતુ 11 પ્રકારના સ્ટ્રેન છે. દુનિયામાં અંદાજે 22 જેટલા સ્ટ્રેન હોય શકે છે. નવેમ્બર મહિનામાં જે લક્ષણો જોવા મળ્યા હતા તેજ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ મ્યુટેશન થાય છે તેમાં થોડો ચેન્જ જોવા મળે છે. તો વળી હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ લક્ષણવાળા દર્દીઓ સારવાર હેઠળ છે.

corona test

50 સ્થળો પર ટેસ્ટિંગ ડોમ મૂકી રેપીડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા

અમદાવાદમાં માસ ટેસ્ટિંગ માટે ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા છે. પહેલાં 25 સ્થળે ટેસ્ટિંગ ડોમ હતા હવે 50 સ્થળો પર ટેસ્ટિંગ ડોમ મૂકી રેપીડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, પાલડી, ગોતામાં સૌથી વધુ કેસો આવી રહયા છે. દરમિયાન આજે સુરતમાં રેકોર્ડબ્રેક 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 140, ભરૂચમાં 15, મહેસાણામાં 16, જામનગરમાં 36, ખેડામાં 24, પંચમહાલમાં 7, ભાવનગરમાં 31, ગાંધીનગરમાં 36, કચ્છમાં 19, આણંદમાં 15, દાહોદમાં 14, નર્મદામાં 13, સાબરકાંઠામાં 14, છોટાઉદેપુરમાં 4, અમરેલીમાં 11, જૂનાગઢમાં 8, મહીસાગર 9, મોરબીમાં 10, અરવલ્લી 3, બનાસકાંઠા 9, ગીરસોમનાથમાં 2, વલસાડ 7, પાટણ 15, સુરેન્દ્રનગર 7, તાપી 6, બોટાદ 2, ડાંગ 0, દેવભૂમિ દ્વારકા 5, પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે.

corona test tent

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે શહેરમાં વિવિધ ઠેકાણે કોરોનાના ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરના ટાઉન હોલ પર સતત ત્રીજા દિવસે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. અહીં રોજના 100 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સુપર સ્પ્રેડરની યાદી બનાવવામાં આવી રહી છે. સુપર સ્પ્રેડરની યાદીના આધારે ટેસ્ટિંગ કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 24 હજાર 645 નવા કેસ સામે આવ્યા

ભારતમાં કોરોનાના કેસ બમણા થવાનો સમય 1 માર્ચના રોજ 504.4 દિવસનો હતો, જે 23 માર્ચે ઘટીને 202.3 દિવસ થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, 6 રાજ્યોમાં રોજ સામે આવતા કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો થયો છે. સમગ્ર દેશના નવા કેસોમાંથી 80.90 ટકા કેસ આ 6 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. આ દરમિયાન 22 માર્ચના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 32.53 લાખ લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો, આ સાથે અત્યારસુધીમાં 4.8 કરોડ લોકો વેક્સિન લગાવડાવી ચૂક્યા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 40 હજાર 715 કેસ સામે આવ્યા જેમાંથી 80.90 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તિસગઢ અને તામિલનાડુના છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 24 હજાર 645 નવા કેસ સામે આવ્યા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33