GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે ભરાયા કુલ 17 ફોર્મ, જાણો ચેરમેન માટે કોના નામ પર વાગશે અંતિમ મહોર

Last Updated on March 9, 2021 by

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે કુલ 17 ફોર્મ ભરાયા છે જેમાંથી 12 સભ્યોની પસંદગી કરાશે. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેષ બારોટ અને પ્રિતેશ મહેતામાંથી કોઇ એકને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન બનાવવામાં આવે તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ગઇ કાલે સોમવારના રોજ સીએમ વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં છ મહાનગરોના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં એક મહાનગરપાલિકા દીઠ નવ નામની યાદી તૈયાર કરાઈ છે. જેમાંથી ત્રણ નામો નક્કી કરવામાં આવ્યાં છે.

જેથી હવે આગામી દિવસમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્ટેન્ડિંગ કમિટિના ઉમેદવારોના નામ

જયેશ ત્રિવેદી
પ્રિતિશ મહેતા
જૈનિક વકીલ
પરેશ પટેલ
હીરાભાઇ પરમાર
મુકેશ મિસ્ત્રી
મુકેશ પટેલ
દિક્ષિત પટેલ
શંકર ચૌધરી
જતીન પટેલ
જલ્પા પંડ્યા
શીતલ ડાંગા
જસુ ઠાકોર
દર્શન શાહ
હિતેષ બારોટ
કંચન પંજવાણી
કલ્પના ચાવડા

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33