Last Updated on March 9, 2021 by
અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સોલામાં ડબલ મર્ડર કેસમાં તપાસના ધમધમાટને લઈને જીએસટીવી સૌથી અગ્રેસર રહ્યું છે..જીએસટીવી ડબલ મર્ડર હત્યા કેસમાં શરૂઆતથી એક્સક્લુઝિવ તપાસ અહેવાલ આપતું આવ્યું છે.
કિંમતી સામાન જોઈને આરોપીની બગડી નિયત
સોલા વૃદ્ધ દંપતીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપી મૂળ MPનો રહેવાસી છે, આરોપી જાણતો હતો કે વૃદ્ધના ઘરમાં સંપતિ અને રૂપિયા પણ છે, તેથી તેણે લૂંટ માટે તેના પરિવારજનોને સમજાવીને તૈયાર કર્યાહતા. અને તમામ લોકો મધ્યપ્રદેશથી નિકળીને હત્યાના આગલા દિવસે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને તમામ લોકો એકસાથે વૃદ્ધના ઘરમાં ગયા હતા, પછી વૃૃદ્ધ અને વૃદ્ધા બનેની કરપીણ હત્યા કરી નાખી હતી.
સમગ્ર કેસમાં મૃતક વૃદ્ધ દંપતીના ઘરમાં થોડા દિવસો અગાઉ ફર્નિચરનું કામકાજ ચાલતું હતું.’ બીજી તરફ સમગ્ર ગુનાને અંજામ આપવામાં અને ટીપ આપવામાં ફર્નિચર અને કલર કામ કરનારા લોકોએ જ લૂંટ વિથ હત્યા અંગેની ટીપ આપી હોવાનું આવ્યું સામે આવ્યું છે, પાંચ આરોપીઓની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.
આરોપીઓના નામ
- રાહુલ ઉર્ફે ગોલુ
- બ્રિજેશ
- આશિષ
- નીતિન
સોલાના વૃદ્ધ દપંતી લૂંટ વિથ મર્ડરનો મામલો
- સોલાના વૃદ્ધ દપંતી લૂંટ વિથ મર્ડરનો મામલો…
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની કરી ચુકી છે ધરપકડ…
- જીએસટીવી ન્યુઝ પર સૌથી પહેલા પકડાયેલા ચાર આરોપીઓના નામ દર્શાવવામાં આવી રહ્યા
આવામાં આ કામ કરનારાઓમાંથી જ કોઇકે વૃદ્ધ દંપતીને સોફટ ટાર્ગેટ માનીને લૂંટનો પ્લાન ઘડ્યાની પ્રબળ શક્યતા વ્યક્ત થઈ હી અને હવે પોલીસની પણ તપાસની કડી ત્યાંજ પહોંચી છે.. ફર્નિચર અને કલરકામ કરનારા લોકોએ જ લૂંટ વિથ હત્યા અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે.
પાંચેય આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી દંપતીના ઘરમાં મિસ્ત્રી કામ કરતો
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઈ કે તમામ પાંચેય આરોપીઓ ઝડપાઈ ગયા, પોલીસ પણ આરોપીઓની કબુલાત જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા પાંચેય આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી દંપતીના ઘરમાં મિસ્ત્રી કામ કરતો હતો. તે ઘરમાં તમામ વસ્તુઓથી જાણ હતો. અને ઘરમાં કિંમતી વસ્તુઓથી તેની નિયત પણ બગડી હતી. અને આરોપી જાણતો હતો કે ઘરમાં આ દંપતી એકલા રહેતા હતા. દાગીના, રૂપિયાની લૂંટ કરી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31