GSTV
Gujarat Government Advertisement

સોલા વૃદ્ધ દંપતીના લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, બહેનના લગ્ન હતા અને દહેજ માટે રૂપિયા નહોતા

Last Updated on March 9, 2021 by

અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં જીએસટીવી સતત એક્સક્લૂઝિવ માહિતી આપી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જીએસટીવી પર સૌથી મોટો ખુલાસો એ વાતનો કરવામાં આવ્યો હતો કે, ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી બન્ને મોટરસાયકલ વડોદરાથી ચોરવામાં આવી હતી. ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જિલ્લાના મહેગાંવનો હોવાનું સામે આવ્યું છે. એક આરોપી અમદાવાદના જનતાનગર અને અન્ય એક આરોપી અમોખ વિસ્તારનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર ગુનાને અંજામ આપવા ફર્નિચર અને કલર કામ કરનારા લોકોએ જ લૂંટ વિથ હત્યા અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે. આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયાં તેના સીસીટીવી પણ સામે આવ્યાં છે.

નીતિન નામના આરોપીએ મકાનની રેકી કરી હતી

આરોપીઓએ પહેલાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. નીતિન નામના આરોપીએ પહેલા મકાનની રેકી કરી હતી. જેમાં રવિ શર્મા નામનો શખ્સ આરોપીઓના સતત સંપર્કમાં હતો. લૂંટની ઘટનાને અંજામ આપવા માટે બે અઠવાડિયાથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આરોપી નીતિને દરવાજાનો બેલ વગાડ્યો અને જ્યોત્સ્નાબહેને દરવાજો ખોલ્યો હતો. તમામ આરોપીઓ પૈકી ભરત નામના આરોપીની બહેનના ચાર મહિના પછી લગ્ન હતાં. જેથી લૂંટ વીથ મર્ડરના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

મુખ્ય આરોપીએ પોતાના પરિવારજનોને પણ લૂંટમાં કર્યા હતાં શામેલ

ઉલ્લેખનીય છે કે, સોલા વૃદ્ધ દંપતીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપી મૂળ MPનો રહેવાસી છે. આરોપી જાણતો હતો કે વૃદ્ધના ઘરમાં સંપતિ અને રૂપિયા છે જેથી તેણે લૂંટ માટે તેના પરિવારજનોને સમજાવીને તૈયાર કર્યાં હતાં અને તમામ લોકો મધ્યપ્રદેશથી નિકળીને હત્યાના આગલા દિવસે અમદાવાદ આવી પહોંચ્યા હતાં. બાદમાં તમામ લોકો એકસાથે વૃદ્ધના ઘરમાં ગયા હતાં પછી વૃદ્ધ અને વૃદ્ધા બંનેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી.

આ સમગ્ર કેસમાં મૃતક વૃદ્ધ દંપતીના ઘરમાં થોડાં દિવસો અગાઉ ફર્નિચરનું કામકાજ ચાલતું હતું. બીજી તરફ સમગ્ર ગુનાને અંજામ આપવામાં અને ટીપ આપવામાં ફર્નિચર અને કલર કામ કરનારા લોકોએ જ લૂંટ વિથ હત્યા અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પાંચ આરોપીઓની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

આરોપીઓના નામ

  • રાહુલ ઉર્ફે ગોલુ
  • બ્રિજેશ
  • આશિષ
  • નીતિન

મુખ્ય આરોપી વૃદ્ધ દંપતીના ઘરમાં જ મિસ્ત્રી કામ કરતો

આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી કે જેમાં તમામે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ પણ આરોપીઓની કબુલાત જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ‘ઝડપાયેલા પાંચેય આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી દંપતીના ઘરમાં મિસ્ત્રી કામ કરતો હતો. તે ઘરમાં તમામ વસ્તુઓથી જાણકાર હતો અને ઘરમાં કિંમતી વસ્તુઓને કારણે તેની નિયત બગડી હતી. મુખ્ય આરોપી જાણતો હતો કે ઘરમાં આ દંપતી એકલા રહેતા હતા જેથી પરિસ્થિતિનો લાભ લઇને આ વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33