Last Updated on March 6, 2021 by
અમદાવાદના હેબતપુર સર્કલ પાસે શાંતિવન બંગલોઝમાં વૃદ્ધ દંપતિની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને જીએસટીવી પાસે કેસની તપાસને લઈને એક્સક્યુઝિવ માહિતી સામે આવી છે.સ્થાનિક પોલીસ ઉપરાંત અંદાજિત 100 થી 150 ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ સોલા ડબલ મર્ડર કેસમાં તપાસમાં જોતરાયેલા છે.લગભગ 150 થી 200 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે.
મર્ડર કેસમાં સામે આવી આ મહત્વની વિગત
આરોપીઓ 02 બાઈક ઉપર આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.બનાવ સ્થળથી ઘાટલોડિયા સુધીના સીસીટીવી ફૂટેજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસવામાં આવ્યા.એટલું જ નહી શહેર ક્રાઇમ બ્રાન્ચના તમામ સ્ક્વોડના પોલીસ ઇન્સપેક્ટરોની ટિમો આ કેસમાં કાર્યરત છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખી રાત સુધી ડબલ મર્ડર કેસને લઈને તપાસ હાથ ધરી છે.ક્રાઇમ જેસીપી, ક્રાઇમ ડીસીપી તથા ક્રાઇમ એસીપી સહીતના તમામ અધિકારીઓ રાતભર ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહ્યા અને લૂંટ વિથ મર્ડ કેસનું પગેરુ શોધવા માટે કવાયત કરી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31