Last Updated on February 25, 2021 by
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના નવમાં માળે મનોચિકિત્સક વિભાગમાં ચોરીની ઘટના સામે આવી છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની પાઇપ લાઈનના કોપરની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. અંદાજે પાંચ લાખ રૂપિયાના કોપરના વાયરોની ચોરી થઇ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
સોલા પોલીસે બંને શકમંદ વ્યક્તિઓને ડિટેઇન કરીને આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે બે શકમંદ વ્યક્તિઓને ડિટેઇન કરાતાં સફાઈ કર્મીઓએ હડતાળ પાડી છે. સોલા સિવિલના વર્ગ-4 ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
સફાઇ કર્મચારીઓનો એવો આક્ષેપ છે કે, ‘પોલીસે ખોટા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ખોટી રીતે સફાઇકર્મીઓને માર માર્યો છે.’ જ્યારે પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં જે વ્યક્તિઓ દેખાય છે તે જ શકમંદ વ્યક્તિઓ છે. પરંતુ લોકો તેમના નિવેદનો બદલી રહ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે નવમાં માળેથી ચપ્પલના નિશાન મળી આવ્યાં છે. આ નિશાનની ઓળખ સ્નિફર ડોગે કરી લીધી છે. તદુપરાંત બંને શકમંદ વ્યક્તિઓએ પોતાના મોબાઈલનો ડેટા પણ ડીલીટ કરી નાંખ્યો છે.’ ત્યારે હવે અહીં જોવાનું એ રહ્યું કે શું આખરે પોલીસ આ ઘટનામાં ધરપકડ કરેલ શકમંદ વ્યક્તિઓ જ ગુનેગાર છે તેવું સત્ય સાબિત કરી શકશે કે પછી સફાઇ કર્મીઓએ લગાવેલો આક્ષેપ સત્ય સાબિત થાય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31