GSTV
Gujarat Government Advertisement

કૌભાંડ/ શેલ્બી હોસ્પિટલમાં વગર બીમારીએ કોરોના દર્દી બતાવી મેડિક્લેઇમ પાસ કરાવવા જતા ભાંડો ફૂટ્યો

Last Updated on March 21, 2021 by

અમદાવાદ શહેરની શેલ્બી હોસ્પિટલમાં બીમારી વગર કોરોના પેશન્ટ બતાવીને મેડિક્લેઇમ પાસ કરાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં કામ કરતા એક્ઝિક્યુટીવ અને મેડિક્લેઇમ વિભાગના આસિસ્ટન્ટ મેનેજરે વીમાની રકમ મેળવવા આ કાવતરું રચ્યું હતું અને કોરોના દર્દીની ડમી ફાઇલ બનાવી હતી. જો કે મેડીક્લેઇમ કંપનીની ઊંડી તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.

કર્મચારીઓના મિત્રોને પૈસાની જરૂર હોવાથી ડમી મેડીકલેઇમની ફાઇલ બનાવી

આનંદનગર પોલીસમાં ફરિયાદ થતા બે કર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, બોપલની શેલ્બીમાં ગત 9 માર્ચે પ્રહલાદનગર ખાતેની શેલ્બીમાંથી એક ઇમેલ આવ્યો હતો. જેમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનારા યતિન મણિયારની વધુ માહિતી મંગાઈ હતી. જો કે ઓડિટમાં યતિન મણિયાર નામના કોઈ દર્દીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસની પૂછપરછમાં બંન્ને કર્મચારીઓના મિત્રોને પૈસાની જરૂર હોવાથી ડમી મેડીકલેઇમની ફાઇલ બનાવી હતી. ત્યારે આરોપીએ કિડનીની બીમારીથી પીડાતા મિત્રને વીમો પકવી મદદ કરવા ખોટાં બિલ આપ્યાં હોવાની પણ કબૂલાત કરી હતી.

ફરી એક વખત કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ વચ્ચે કોરોના રોગચાળાના બહાને કમાણી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને બીમારી થઈ ન હોતી તેવાં વ્યક્તિને સારવાર આપવાનું દર્શાવીને લાખો રૂપિયાનું મેડીકલેઇમ પાસ કરવાનું કૌભાંડ પકડાયું છે. કૌભાંડ કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ શેલ્બી હોસ્પિટલના કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ મિહિર અગ્રવાલ અને મેડિક્લેમ વિભાગના આસિ. મેનેજર ભાવિક નિમાવત છે. આનંદ નગર પોલીસે બન્નેની ધરપકડ કરી દીધી છે. આરોપીની પૂછપરછમાં બંન્ને કર્મચારીઓના મિત્રોના ડોક્યુમેન્ટથી ડમી ફાઇલ બનાવી મેડીકલેઇમ પાસ કરવાનું કાવતરું રચ્યું હતું.

હોસ્પિટલના ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા પોલીસે બેની ધરપકડ કરી

શેલ્બી હોસ્પિટલમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજર હિતાર્થ ઢેબર આનંદ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે બોપલની શેલ્બીમાં ગત 9 માર્ચે પ્રહલાદનગર ખાતેની શેલ્બીમાંથી મેલ આવ્યો હતો, જેમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનારા યતિન મણિયારની વધુ માહિતી મગાઈ હતી. આમ આ અંગે ઓડિટ વિભાગને જાણ કરાઈ હતી. ઓડિટમાં યતિન મણિયાર નામના કોઈ દર્દીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું..તે બાદ મેડીકલેઇમ ફાઇલ વધુ તપાસ કરતાહોસ્પિટલના સહી સિક્કા કરી વીમા કંપનીમાં મૂકી હતી, જે ખોટા સહીસિક્કા ઉપયોગ કર્યો હતો જે હોસ્પિટલના ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા હોસ્પિટલએ બંને કર્મચારી અને 2 ડમી દર્દી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આનંદનગર પોલીસે બેની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ માં બન્ને કર્મચારીઓના મિત્રો પૈસાની જરૂર હોવાથી ડમી મેડીકલેઇમ ફાઇલ બનાવી હતી. જેમાં આરોપીના બંને મિત્ર કિડનીની બીમારીથી પીડાતા મિત્રને વીમો પકવી મદદ કરવા ખોટાં બિલ આપ્યાં હોવાનું કબૂલાત કર્યું છે.

વીમા કંપની સુધી ફાઇલ જાય તે પહેલાં જ આરોપીઓ પકડાઈ ગયા

આરોપી મિહિરના બે મિત્ર અતુલ અને ભાવિકમાંથી એકને કિડનીની બીમારી હોવાથી તેને સારવાર માટે પૈસાની જરૂર હતી, જેથી મિત્રને મદદરૂપ થવા મિહિરે ડમી પેશન્ટની ફાઇલ બનાવી તેની પર હોસ્પિટલના ખોટા સહી સિક્કા કરી આપ્યાં હતાં. જો કે વીમા કંપની સુધી ફાઇલ જાય તે પહેલાં જ પકડાઈ ગયા છે. આરોપી કર્મી બંને મિત્રોની મેડી ક્લેઇમની ફાઇલ બોપલ ખાતેની હોસ્પિટલમાં મૂકી હતી. જો કે તેમાં કેટલીક માહિતી ખૂટતી હોવાથી બોપલ બ્રાંચ દ્વારા ઇમેલ કરીને પ્રહલાદનગર બ્રાંચ પાસે માહિતી માગવામાં આવી હતી, જેમાં ભાંડો ફૂટી ગયો હતો. બંન્નેએ 3.30 લાખની મેડિકલ ફાઇલ મૂકી હતી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33