Last Updated on February 25, 2021 by
ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી પ્રવૃત્તિઓને અટકાવવા કોર્ટ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવી રહી છે. ત્યારે એવામાં અમદાવાદમાં એક સગીરા ઉપર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી હતી. જે કેસમાં આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી જેથી કરીને બીજી કોઇ વ્યક્તિ પણ દુષ્કર્મ કરતા પહેલાં સો વાર વિચાર કરે.
આરોપી વિરૂદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો
અમદાવાદમાં સગીરાને બળજબરીપૂર્વક ઉપાડી જઈને દુષ્કર્મ ગુજારનારા આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ જણાવ્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપી વસીમ ખાન ઉર્ફે બાબા ખાનને સજા ફટકારી છે. કોર્ટે 15 સાક્ષી અને 21 દસ્તાવેજી પુરાવાને આધીન સજાનું એલાન જાહેર કર્યું હતું. આરોપીએ બે દિવસ સુધી સગીરાની સાથે દુષ્કર્મ ગુજારતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી સગીરાની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરતા આરોપી વિરૂદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો હતો. દોઢ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સરકારી વકીલ ભરત પટણીએ કરેલી દલીલો અને તેમના તરફથી રજૂ કરાયેલા પુરાવાને આધારે સેશન્સ કોર્ટના જજે માન્ય રાખીને આરોપી વસીમ ખાનને પોક્સોના ગુનામાં દોષિત જાહેર કરીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે બંન્ને પક્ષની રજૂઆત સાંભળીને આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31