Last Updated on March 26, 2021 by
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ પણ માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. માસ્ક ના પહેરવા બદલ પોલીસની દંડાત્મક કાર્યવાહી જાણે કે લોકો માટે માથાનો દુ:ખાવો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, માસ્કનો દંડ ઉઘરાવતી સમયે પ્રજા અને પબ્લિક વચ્ચેના ઘર્ષણના અનેક બનાવો અગાઉમાં સામે આવ્યાં છે. ત્યારે આજે સાબરમતી વિસ્તારમાં આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.
એક્ટિવા ચાલક મહિલા મન ફાવે તેમ બોલવા લાગી
શહેરના સાબરમતીમાં સાબરમતી પોલીસ આજે બપોરે લગભગ પોણા બાર વાગ્યાની આસપાસ વિસ્તારમાં માસ્કના મેમોની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર એક મહિલા ત્યાંથી નીકળી હતી. જેથી પોલીસે તેને અટકાવી હતી અને લાઇસન્સ તેમજ વાહનના કાગળીયા માંગ્યા હતાં. જો કે એક્ટિવા ચાલક મહિલા મન ફાવે તેમ બોલવા લાગી હતી. આથી, પોલીસે આ મહિલાને માસ્ક ના પહેરવા બદલ દંડ ભરવા માટેની જાણ કરતા જ તે ઉશ્કેરાઇ ગઇ હતી અને પોતે પહેરેલ કપડા જાહેરમાં ઉતારવા લાગેલી અને મહિલા પોલીસ કર્મચારીને મારવા માટે દોડી હતી. એટલું જ નહીં મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરીને તેને બે-ત્રણ લાફા પણ મારી દીધા હતાં. બાદમાં એક્ટિવા લઈને તે મહિલા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
એક્ટિવા મહિલા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
જો કે, મહિલા પોલીસની કાયદેસરની ફરજમાં અડચણરૂપ બનીને માર મારીને ભાગી ગઇ હોવાથી તેની વિરુદ્ધમાં પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩, ૧૮૬, ૧૮૮ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ (બી), તેમજ જી.પી.એક્ટ કલમ ૧૧૦, ૧૧૭ મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31