Last Updated on March 22, 2021 by
અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક ગણાતા રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાના સમાચાર છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકતા હતા. હાલ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. રીલિફ રોડ પરના AC કોમ્પ્રેસરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે., ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, વીજળી ઘરથી રિલીફ રોડ બંધ કરી દેવાયો છે.
અમદાવાદના રિલિફ રોડ પરના સર્વોદય કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી. જેમા ગંભીર રીતે દાઝેલા એક શખ્સનું સારવાર દરમ્યાન મોત થયુ. તો અન્ય બે શખ્સ ઈજાગ્રસ્ત થયા. આગ એટલી વિકરાળ છે કે એક પછી એક 11થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ છે…આગ એટલી વિકરાળ છેકે ફાયર વિભાગની 30 જેટલી ગાડીઓ આગને બુઝાવાની કામગીરીમાં લાગી….અંદાજે 70 જેટલો ફાયર સ્ટાફ આગને બુઝાવાની કામગીરીમાં લાગ્યો હતો. એર કન્ડિશનર રીપેરીંગની દુકાનમાં ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થતા આગ વધુને વધુ વિકરાળ બની…તો આગની આ ઘટનામાં 15થી વધુ બાઇક અને એક્ટિવા પણ આગની ઝપેટમાં આવી ગયા છે.
આગ એટલી વિકરાળ છે કે એક પછી એક 11થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ એટલી વિકરાળ છેકે ફાયર વિભાગની 28થી વધારે ગાડીઓ આગને બુઝાવાની કામગીરીમાં લાગી છે. અંદાજે 70 જેટલો ફાયર સ્ટાફ આગને બુઝાવાની કામગીરીમાં લાગ્યો છે. એર કન્ડિશનર રીપેરીંગની દુકાનમાં ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થતા આગ વધુને વધુ વિકરાળ બની. તો આગની આ ઘટનામાં 15થી વધુ બાઇક અને એક્ટિવા પણ આગની ઝપેટમાં આવી ગયા છે.
અમદાવાદના રિલિફ રોડ પર એર કન્ડિશનરના શોરૂમમાં આગ ફાટી નીકળી છે. રિલિફ રોડ પર આવેલા સર્વોદય કોમ્પ્લેકસમાં આગ લાગવાના મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને અંદાજે 13થી વધુ ફાયર ફાઇટર્સે યુદ્ધના ધોરણે આગને બુઝાવાની કામગીરી હાથ ધરી છે. ગેસના બાટલા ફાટ્યા હોવાની વાત બહાર આવી રહી છે. એસીની દુકાનમાં આગ લાગી છે. કોમ્પ્રેસર ભરતા આગ લાગી છે અને 25 જેટલા બાટલા ફાટ્યા છે. હજુ પણ અંદર અનેક બાટલા છે
જોકે, આગ જે સ્થળે લાગી છે તે રિલીફ રોડ વિસ્તાર એટલો ગીચ છે કે ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આગ જે સ્થળે લાગી છે ત્યાં ફાયરની ગાડીઓ જઈ શકે તેમ નથી છતાં ફાયરના જવાનો બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ સૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતો. સાથે જ હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.
તો હમણાં મળતી માહિતી મુજબ આગને કારણે લોકોની ભીડ અટકાવવા અને ભાગદોડ ટાળવા માટે વીજળી ઘરથી રિલીફ રોડ સુધીનો રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31