Last Updated on March 6, 2021 by
થલતેજમાં હેબતપુર રોડ પર આલેવા વૈભવી શાંતિ પેલેસ બંગ્લોઝમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં એકલા રહેતા વૃધ્ધ દંપતીની સવારે સવા આઠ વાગ્યે ગળુ કાપીને હત્યા કર્યા બાદ લુંટારૃ ટોળકીએ ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ રૃ.૨.૪૫ લાખની માલમતાની લુંટ ચલાવી હતી. લુંટ બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સોલા પોલીસની તપાસમાં અશોકભાઈ પટેલની બેડરૃમમાં હત્યા કરવામાં આવી હતી જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબહેનની ડરીને બચવા માટે ઉપરના માળે જતા હતા ત્યારે દાદરામાં તેમના ગલાના ભાગે પાંચ ઘા મારીને મોતને ઘાય ઉતારી દેવાયા હતા. સોલા પોલીસે હત્યા અને લુંટનો ગુનો નોંધીને આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકાને આધારે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ થલતેજમાં હેબતપુર રોડ પર ગુલમહોર પાર્ટી પ્લોટ પાસે શાંતિ પેલેસ બંગ્લોઝમાં બંગ્લો નંબર-૨માં અશોકભાઈ કરશનભાઈ પટેલ (૬૮) તથા તેમના પત્ની જ્યોત્સનાબહેન એકલાજ રહેતા હતા. તેમનો એક દિકરો હેતાર્થ પટેલ છેલ્લા પાંચ છ વર્ષથી તેના પરિવાર સાથે દુબઈ રહે છે. જ્યારે તેમની દિકરી મેઘાબહેન પરિણીત છે અને પતિ સંજયભાઈ ભરતભાઈ પટેલ સાથે નારણપુરામાં શિદુર સ્પેસ ખાતે રહે છે. મેઘાબહેન તેમના પતિ સાથે અવારનવાર અશોકભાઈના ઘરે આવતા હતા. અશોકભાઈના ઘરે કચરા પોતા અને વાસણ માટે અતુલ નામનો છોકરો આવતો હતાદરમિયાન ૫ માર્ચના રોજ સંજયભાઈ તેમના ઘરે હાજર હતા ત્યારે સવારે ૮.૪૦ વાગ્યે તેમના સસરા અશોકભાઈના પડોશી મનીશાબહેન પટેલે મેઘાબહેનને ફોન કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તમારા મમ્મી પપ્પાનું મર્ડર થયેલું છે માટે તમે તાત્કાલિક આવો. આથી મેઘાબહેને રડતા રડતા આ હકીકત તેમના પતિને જમાવી હતી. બાદમાં સંજયભાઈ, મેઘાબહેન અને તેમનો દિકરો તાત્કાલિક થલતેજ અશોકભાઈના ઘરે દોડી આવ્યા હતા.
તે સમયે સોસાયટીના માણસો તતા સિક્યુરિટીવાળા જ્યંતીભાઈ પણ અહીં એકટા થયેલા જમાયા હતા. જેમણે જણાવ્યું હતું કે તમારા સસરાને સવારે ૮.૦૫ વાગ્યે પડોશીએ એક્ટીવા સાફ કરતા જોયા હતા. ત્યારબાદ ૮.૩૫ વાગ્યે સિક્યુરિટીવાળા જ્તિભાઈએ કોઈ ચાર અજાણ્યા શખ્સોને અશોકભાઈના ઘરમાંથી બાગતા જોયા હતા. આથી જ્યંતીભાઈએ પડોશી મનીષ્શાબહેનને જાણ કરી હતી. જ્યંતિભાઈ અને મનીશાબહેન બુમો પાડતા મકાન પાસે ગયા હતા પણ અંદરતી કોઈ બોલ્યું ન હતું. આથી બન્ને અંદર જઈને જોયું તો અશોકભાઈ અને જ્યોત્સનાબહેન લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. અશોકભાઈનો મૃતદેહ બેડરૃમમાં તતા જ્યોત્સનાબહેનનો મૃતદેહ મકાનની સિડી પર પડેલો હતો. તે સિવાય બેડરૃમના કબાટો ખુલ્લા હતા અને સરસામાન પલંગ પર વેરવિખેર હાલતમાં પડેલો હતો.તે સિવાય ઉપરના માળે આવેલા બેડરૃમના કબાટો પણ ખુલ્લા પડેલા જોવા મલ્યા હતા.
દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા સોલા પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી. તપાસમાં જ્યોત્સનાબહેને પહેરેલી પાંચ તોલા વજનની રૃ.૧,૫૦,૦૦૦ ની કિંમતની બે બંગડી, એક તોલા વજનની રૃ.૩૦,૦૦૦ની કિંમતની સોનાની બે બંગડી , બન્નેના મોબાઈલ ફોન ઉપરાંત મકાનમાં કામ ચાલતું હોવાથી રોકડા રૃ.૫૦,૦૦૦ ઘરમાં હતા તે પણ ગુમ હતા. આમ ઘરમાંથી દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૃ.૨,૪૫,૦૦૦ ની માલમતાની લુંટ થઈ હતી. સોલા પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરૃધ્ધ હત્યા અને લુંટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઠંડે કલેજે હત્યા કર્યા બાદ હત્યારા કાર લઈને ભાગવા ગયા પણ કાર રિવર્સ લેતા દરવાજા સાથે ટકરાઈ
અશોકભાઈ અને જ્યોત્સનાબહેનની ઠંડે કલેજે હત્યા કર્યા બાદ આરોપીઓએ ઘરમાંથી કારની ચાવીની ચોરી કરી હતી. બાદમાં તેમણે કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારને રિવર્સમાં લેવાને બદલે કાર ચાલુ કરીને ભાગવા જતા કાર બંગલાના દરવાજા સાથે ટકરાઈ હતી. જેને કારણે લોકો એકટા થઈ જશે એવા ડરને કારણે ચારેય શખ્સો ચાલતા ભાગી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણભેદુ હત્યારાઓએ ગુનાને અંજામ આપતા પહેલા બે ત્રણ વખત ઘરની રેકી કરી હોવાની શંકા સેવાઈ રહી છે. કારણકે વૃધ્ધના બંગલામાં ફર્નિચરની કામગીરી ચાલી રહી હતી. ફર્નિચરના કારીગરો આવે તે પહેલા સવારે ૮.૩૫ વાગ્યે જ વૃધ્ધ અને તેમની પત્નીની હત્યા કરીને નાસી છુટયા હતા.
કબાટ ખુલ્લા હતા : સરસામાન પલંગ પર વેરવિખેર પડેલો હતો
લુંટારૃ ટોળકીએ બંગલામાં પ્રવેશ કરીને અશોકભાઈ અને તેમના પત્નીની હત્યા કર્યા બાદ લુંટ ચલાવી હતી. જેમાં જ્યોત્સનાબહેને પહેરેલી સોનાની બંગડી, બે વીંટી તથા રૃ.૫૦,૦૦૦ રોકડા મલીને રૃ.૨,૪૫,૦૦૦ની લુંટ ચલાવી હતી. તે સિવાય પોલીસે તપાસ કરતા બંગલાના નીચે તતા ઉપરના માળે કબાટ ખુલ્લા હતા અને સરસામાન પલંગ પર વેરવિખેર પડેલો હતો.
જ્યોત્સનાબહેન એકલા જ મોર્નિંગ વોક કરીને આવ્યા હતા
અશોકભાઈના પત્ની જ્યોત્સનાબહેન સવારે એકલા મોર્નિંગ વોક કરીને ઘરે આવ્યા હતા. સવા આઠ વાગ્યે તેમણે પડોશી સાથે વાત પણ કરી હતી. તયારબાદ ૮.૩૫ વાગ્યે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે બંગલામાંથી ચાર શખ્સોને ભાગતા જોયા હતા અને બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં જઈને જોયું તો વૃધ્ધ દંપતી લોહીના ખાબોચિયામાં પડેલા જણાયા હતા.
અશોકભાઈ હોળી પર દિકરાના ઘરે દુબઈ જવાના હતા
જ્યોત્સનાબહેન અને અશોકભાઈ અવારનવાર તેમના દિકરાને ત્યાં દુબઈ જતા હતા. ત્રણેક મહિના તે દુબઈ રોકાતા પણ હતા.બંગલામાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી અને તે પુરૃ થવાના આરે હોવાથી દંપતી હોળી ઉપર દિકરાના ઘરે દુબઈ જવાના હતા. જોકે તે પહેલા જ તેમની હત્યા થઈ હતી.
અશોકભાઈ વર્ષો પહેલા પ્લાયવુડનો ધંધો કરતા હતા
અશોકભાઈ વર્ષો પહેલા પ્લાયવુડનો ધંધો કરતા હતા. દરિયાપુરમાં તતે પ્લાયવુડ અને સાથે ગંટીનો પણ વ્યવસાય કરતા હતા. જોકે હાલમાં તેઓ પત્ની સાથે નિવૃત જીવન ગાળતા હતા.
કબાટ ખુલ્લા હતા : સરસામાન પલંગ પર વેરવિખેર પડેલો હતો
લુંટારૃ ટોળકીએ બંગલામાં પ્રવેશ કરીને અશોકભાઈ અને તેમના પત્નીની હત્યા કર્યા બાદ લુંટ ચલાવી હતી. જેમાં જ્યોત્સનાબહેને પહેરેલી સોનાની બંગડી, બે વીંટી તથા રૃ.૫૦,૦૦૦ રોકડા મલીને રૃ.૨,૪૫,૦૦૦ની લુંટ ચલાવી હતી. તે સિવાય પોલીસે તપાસ કરતા બંગલાના નીચે તતા ઉપરના માળે કબાટ ખુલ્લા હતા અને સરસામાન પલંગ પર વેરવિખેર પડેલો હતો.
જ્યોત્સનાબહેન એકલા જ મોર્નિંગ વોક કરીને આવ્યા હતા
અશોકભાઈના પત્ની જ્યોત્સનાબહેન સવારે એકલા મોર્નિંગ વોક કરીને ઘરે આવ્યા હતા. સવા આઠ વાગ્યે તેમણે પડોશી સાથે વાત પણ કરી હતી. તયારબાદ ૮.૩૫ વાગ્યે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે બંગલામાંથી ચાર શખ્સોને ભાગતા જોયા હતા અને બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં જઈને જોયું તો વૃધ્ધ દંપતી લોહીના ખાબોચિયામાં પડેલા જણાયા હતા.
અશોકભાઈ હોળી પર દિકરાના ઘરે દુબઈ જવાના હતા
જ્યોત્સનાબહેન અને અશોકભાઈ અવારનવાર તેમના દિકરાને ત્યાં દુબઈ જતા હતા. ત્રણેક મહિના તે દુબઈ રોકાતા પણ હતા.બંગલામાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી અને તે પુરૃ થવાના આરે હોવાથી દંપતી હોળી ઉપર દિકરાના ઘરે દુબઈ જવાના હતા. જોકે તે પહેલા જ તેમની હત્યા થઈ હતી.
ઘટનાસ્થળે ડોગ સ્કવોડ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધસી આવ્યા
વૃધ્ધ દંપતીની હત્યા અને લુંટના ચકચારી બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થલે દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચ, એસઓજી તથા સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તે સિવાય ડોગ સ્કવોડની ટીમ પણ આવી હતી અને ઘટનાસ્થળે તપાસ કરી હતી. એફએસએલના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. આમ તમામ એજન્સીઓ સાથે મલીને લુંટારૃઓનું પગેરૃ મેળવવામાં લાગી હતી.
સિક્યુરિટી ગાર્ડ જ્યંતિભાઈ એમ.ભરવાડના જમાવ્યા મુજબ છેલ્લા નવ વર્ષથી તે આ બંગલોમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. સવારે સાડા આઠ વાગ્યા બાદ તેમણે ચાર જણાને અશોકભાઈના ઘરમાંથી ભાગતા જોયા હતા. તેમના હાથમાં કોઈ ઙતિયાર દેખાયું ન હતું. બીજીતરફ કોઈ વાહન આવતા તેમના ચહેરા પણ જોઈ શકાયા ન હતા. આથી તેમણે તાત્કિલક પડોશીઓને જાણ કરી હતી. બાદમાં અશોકભાઈના ઘરમાં જઈને જોયું તો ડબલ હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31