GSTV
Gujarat Government Advertisement

અભિનંદન/ અમદાવાદ બનશે મહિલાઓ માટે સૌથી સેફ શહેર: 220 કરોડનો કરાશે ખર્ચ, અડધી રાતે પણ મહિલા “નિર્ભય” બનીને ફરી શકશે

Last Updated on March 9, 2021 by

નિર્ભયા પ્રોજેકટ. ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો. અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઇને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી તેમાં પહેલા વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી છે.

મહિલા સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેકટ

સ્માર્ટ સીટી અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા અર્થે નિર્ભયા પ્રોજેકટ લાગૂ કરાયો છે. શહેરમાં વધતા છેડતી, બળાત્કાર જેવા ગુનાને રોકવા આ નિર્ભયા પ્રોજેક્ટ શહેર પોલીસ માટે અગત્યનો પ્રોજેક્ટ સાબિત થયો છે.

શું કરાશે નિર્ભયા પ્રોજેક્ટમાં ?

ત્રણ કોમ્પોનન્ટ્સના 17 ભાગોમાં કામ શરૂ કરી દેવાયું

પહેલા કમ્પોનન્ટ્સમાં…

  • પહેલું કામ શી સ્ક્વોડ માટે કરવામાં આવ્યું
  • મોબિલીટી કોમ્પોનેન્ટમાં 100 જેટલી નિર્ભયા વાન કમ પીસીઆર વાન ખરીદાશે
  • આ વાન ટેક્નોલોજી અને સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેમાં મોબાઇલ ડેટા અને લાઇવ રેકોર્ડિંગ અને રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન પર સંપૂર્ણ ધ્યાન રખાશે.
  • આ વાન શહેરમાં ચાલુ કરાયેલી શી ટીમને ઉપયોગમાં અપાઈ
  • સાથે સાથે ટુ વ્હીલરો પણ ખરીદવામાં આવ્યા
  • છેડતી જેવા બનાવો અટકાવવા 40 જેટલા ટુ વ્હીલરો ખરીદવામાં આવ્યા
  • કાંકરિયામાં જે રીતે ઇલેક્ટ્રોનીક વાહનોનો ઉપયોગ કરાય છે તેવા વાહનો પણ ખરીદી પેટ્રોલીંગ કરાશે
  • રિવરફ્રન્ટ કે જ્યાં વધુ યુવતીઓ ફરવા આવતી હોય છે. ત્યાં છેડતીના બનાવો વધતા હોય છે તેના માટે બે સ્પીડબોટ પણ વસાવવામાં આવશે

બીજા કોમ્પોનન્ટ્સમાં…

  • ટેકનોલોજીને લગતી કામગિરી આ પ્રોજેક્ટમાં કરાશે
  • જેમાં બસસ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને હોટસ્પોટ બનાવી ત્યાં વધુ સીસીટીવી કેમેરા મૂકાશે
  • જેનું મોનિટરીંગ સ્પેશિયલ કંટ્રોલરૂમ અને સ્થાનિક પોલીસ કરશે
  • સાથે સાયબર ક્રાઇમમાં પણ સ્પેશિયલ મહિલા ટીમ મૂકાશે જે આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને લગતા કામ કરશે
  • દેશમાં કદાચ ક્યાંય નથી તેવો RFID સર્વેલન્સથી કામ કરાશે
  • RFID સર્વેલન્સ એટલે રીક્ષા, બસમાં જે મહિલાની છેડતીના બનાવો બને છે તેને રોકવા 20 હજારથી વધુ આ RFID ટેગ લગાવાશે અને દરેક મુવમેન્ટને પોલીસ ટ્રેક કરશે, જેને લઇને મહિલાઓની ટ્રાન્સપોર્ટ સુરક્ષા પર પણ પોલીસ તહેનાત રહેશે
  • સિનિયર સિટિઝન મહિલાઓ માટે એસઓએસ બટન મૂકાશે જે દબાવવાથી સીધું સ્પેશિયલ કંટ્રોલરૂમમાં એલાર્મ વાગશે અને પોલીસનો ક્વીક રિસપોન્સ મળી રહેશે.
  • રિવરફ્રન્ટ પર 360 ડિગ્રીના પીટીસી કેમેરા લગાવાશે અને સતત પોલીસ તેની નજર રાખશે
  • એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ફેસ રેકગ્નાઇઝ કેમેરા લગાવાશે જેથી કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ પ્રવેશ કરે તો પોલીસ સીધી કાર્યવાહી કરશે
  • લાઇફ સપોર્ટ માટે આ જગ્યાઓ પર હેલ્પ ડેસ્ક પણ મૂકાશે

ત્રીજા કોમ્પોનન્ટ્સમાં…

  • આ પ્રોજેક્ટનો ત્રીજો ભાગ પોલીસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાથમાં લીધો છે
  • જેમાં અસારવા અને સોલા સિવલ ખાતે વન સ્ટોપ ક્રાઇસ સેન્ટર ઉભા કરાશે

અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ બનાવશે પોલીસ સ્ટેશન

  • હ્યુમન એન્ડ ચાઇલ્ડ વિભાગ તરફથી શહેરમાં આવા આઠ સેન્ટર છે પણ હવે સીધા બે સેન્ટર બનાવી પોલીસ રાખવામાં આવશે રિવરફ્રન્ટ પર હાલ તો ઇસ્ટ અને વેસ્ટ બે પોલીસ સ્ટેશન કાર્યરત છે જ પણ તે પોલીસ સ્ટેશનને નવા રંગરૂપ આપી ટેક્નોલોજીથી સજ્જ બનાવામાં આવશે.
  • આ પૂરા પ્રોજેક્ટ માટે શહેરના બે સેક્ટર જેસીપી, 10થી વધુ ડીસીપી અને 15થી વધુ એસીપીની કમિટીને અલગ અલગ જવાબદારીઓ સોંપાઇ છે. બે જેટલા પ્રોજેક્ટનું કામ શરૂ થઇને પૂર્ણ થવાના આરે છે. જ્યારે અન્ય કાર્ય અન્ડર પ્રોસેસ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33