Last Updated on March 10, 2021 by
અમદાવાદને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ જ્યારે પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ અને અરૂણસિંહ રાજપૂત AMC ના દંડક બન્યા છે.
ત્યારે એવામાં તમને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરના નવનિયુક્ત મેયર કિરીટ પરમાર તેમના પોતાના જૂના ઘરમાં જ રહેશે. તેઓ પોતે મેયરના સરકારી બંગલાનો ઉપયોગ નહીં કરે. તેઓએ જણાવ્યું કે, ‘હું સાદગીમાં માનનારો છું અને એકલો જ રહું છું.’
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બીજા એવા મેયર છે કે જેઓ બાપુનગરમાં આવેલી વીરાભગતની ચાલીમાં તેમના મકાનમાં રહીને પદ સંભાળશે અને લોક સેવા કરશે. આ મકાનમાં કિરીટ પરમારે પોતાનું બાળપણ વિતાવ્યું છે અને કોર્પોરેટર તરીકે કામગીરી કરી છે.
તમને જણાવી દઇએ કે, કિરીટભાઈ પાક્કા રાજકારણી તો છે જ અને સાથે સારા ક્રિકેટર અને બોલર તરીકે પણ તેમને એવોર્ડ મળ્યાં છે. આ પ્રસંગે તેમના ભાઈ ઈશ્વર પરમારે પક્ષનો આભાર માન્યો હતો. કારણ કે ચાલીમાં રહેતા નાના માણસનો હાથ પકડીને તેઓ આજે મેયર બન્યા છે. તેઓએ બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. કિરીટ પરમાર 23 વર્ષથી સતત ભાજપમાં સક્રિય રહ્યાં છે અને પોતાના વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે પણ સતત સક્રિય રહ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31