GSTV
Gujarat Government Advertisement

સંકટ વધ્યું: અમદાવાદ કોરોનાના ખપ્પરમાં, નવા 298 કેસો નોંધાવાની સાથે બેનાં નિપજ્યા કરૂણ મોત: સાચવજો હોં નહીંતર….

કોરોના

Last Updated on March 19, 2021 by

અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોના સંક્રમણનો વિસ્ફોટ થતાં એક જ દિવસમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા છે.આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિત બે દર્દીઓના મોત થયા છે. શહેરમાં આવેલા તમામ મોલ અને સિનેમાઘરોને દર શનિ અને રવિવારે ફરજીયાત બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.ઉપરાંત શહેરના કોટ વિસ્તારમાંથી નીકળતી હેરિટેજ વોકને પણ અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવી છે.

શહેરના કોટ વિસ્તારમાંથી નીકળતી હેરિટેજ વોકને પણ અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવી

અમદાવાદમાં કોરોના સંક્રમણની ચિંતાજનક બનતી પરિસ્થિતિની વચ્ચે ગુરૂવારે રાજયના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં શહેરમાં ડેઝિગ્નેટેડ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો,હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સંખ્યા,દવાઓ અને રસીકરણ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સંખ્યા,દવાઓ અને રસીકરણ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા

ચર્ચા બાદ શહેરમાં આવેલા તમામ મોલ અને સિનેમાઘરો બીજી સુચના ના આપવામાં આવે ત્યાં સુધી દર શનિ અને રવિવારના રોજ સંપૂર્ણ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.આ સિવાયના દિવસોમાં પ્રોટોકોલનું પાલન કરીને ચલાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના નવા નોંધાયેલા 291 કેસ બાદ ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 61554 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ગુરૂવારે 250 દર્દીઓ કોરોનામાંથી સાજા થતાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ 58498 દર્દીઓ કોરોનાથી મુકત થયા છે.

Corona

શહેરમાં ગુરૂવારે કોરોનાથી થયેલા બે મોત સાથે અત્યાર સુધીમાં કુલ 2272 લોકોના કોરોનાથી મરણ થવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં  કોરોનાના કુલ એકિટવ કેસ 738 હોવાનું મ્યુનિ.ની સત્તાવાર યાદીમાં કહેવાયું છે.શહેરના કોટ વિસ્તારમાંથી નીકળતી હેરિટેજ વોક પણ અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33