Last Updated on March 23, 2021 by
ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણે હદ વટાવી દીધી છે. આજ રોજ આવેલા નવા કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આજે વધુ નવા વધુ નવા 1730 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4458 એ પહોંચ્યો છે.
આજ રોજ નોંધાયેલા નવા 4 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 2 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે. જ્યારે અમદાવાદમાં આજે નવા કુલ 509 કેસ અને સુરતમાં 577 નવા કેસ સામે આવતા હવે અમદાવાદ અને સુરતની પરિસ્થિતિ વધારે વણસી ગઇ છે. ત્યારે અમદાવાદમાં આજે કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC એ વધુ નવા 27 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે.
હાલમાં અમદાવાદમાં કુલ 175 એરિયા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે. જ્યારે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અહીં જોઇશું કે આખરે કયા નવા 27 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં અને કયા 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યાં.
રાજ્યમાં આજે વધુ નવા 1730 કેસ સામે આવ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1730 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4458 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,25, 555 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1255 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,77, 603 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,94,277 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,09,464 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 8318 એ પહોંચ્યાં છે તો વેન્ટીલેટર પર 76 દર્દીઓ છે જ્યારે 8242 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,77,603 છે તો કુલ મૃત્યુઆંક 4458 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 4 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 2 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31