Last Updated on March 25, 2021 by
ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસે માઝા મૂકી છે. ત્યારે સુરતમાં 628 અને અમદાવાદમાં 558 કોરોનાના નવા કેસ નોંધાતા સુરત અને અમદાવાદનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે AMC વિભાગ સતત એલર્ટ પર છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના કેટલાંક વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે.
એવામાં આજ રોજ અમદાવાદમાં વઘુ નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાલમાં કુલ 213 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે અમલમાં છે. ત્યારે હવે નવા વધુ 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાતા અને 5 વિસ્તારોને દૂર કરાતા અમદાવાદમાં હવે નવા 228 વિસ્તારો અમલમાં છે.
જાણો કયા વિસ્તારો ઉમેરાયા અને કયા વિસ્તારો દૂર કરાયાં
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગુરૂવારના રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 1961 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 7 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,720 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1405 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.29 ટકા છે.
જ્યારે ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 9372 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 81 દર્દીઓ છે જ્યારે 9291 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,80,285 છે તો કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 7 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 4, મહીસાગરમાં 2 એમ કુલ 7 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31