Last Updated on March 28, 2021 by
અમદાવાદ શહેર વિસ્તારમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા વધુ કેટલાંક નવા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો કેટલાંક વિસ્તારોને અને સોસાયટીઓને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જુદા જુદા ઝોન માંથી મળેલા રિપોર્ટ્સ મુજબ શહેરમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હાલ શહેરમાં કુલ 251 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અમલી છે. જેમાં, નવા નોંધાયેલ કેસોને આધારે વધુ 14 વિસ્તારોને નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
તો , ઝોન માંથી મળેલ રિપોર્ટ મુજબ 3 વિસ્તારો એવા છે જેમને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યા છે.
તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આવતી કાલે 28 માર્ચના રોજ દોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન કોરોનાના લક્ષણો ધરાવનાર લોકોના સ્થળ પર જ સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31