GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ દોઢ મહિના માટે બંધ કરાયો અમદાવાદનો આ બ્રિજ, પૂર્વમાંથી પશ્વિમમાં આવતા લોકો વાંચી લેજો નહીંતર ખાવા પડશે ધરમધક્કા

બ્રિજ

Last Updated on March 13, 2021 by

અમદાવાદ શહેરમાં નહેરુ બ્રિજનો અવરજવર માટે ઉપયોગ માટે એક મહત્વના સમાચાર છે. છેલ્લા દોઢ મહિનાથી તંત્ર દ્વારા નહેરુબ્રિજને રિપેર કરાઈ રહ્યો છે, પરંતુ હવે નહેરુબ્રિજ ( nehru bridge )પરની વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી ભયાનક તિરાડોને પૂરવાની મહત્ત્વની કામગીરી આજ રાતથી હાથ ધરાશે. આ માટે નહેરુબ્રિજ( nehru bridge )ને નીચેથી લિફ્ટ પણ કરવો પડશે. આ ઉપરાંત બેરિંગ ની સર્વિસ તેમજ સ્પાનને હાઇડ્રોલીક જેક થી લીફ્ટ કરી બેરીંગને સર્વિસીંગ કરવા તથા અમુક સ્પાનની બેરીંગ બદલવા અંગેની સ્પેશીયલ પ્રકારની કામગીરી કરવાનાં કામ કરવામાં આવશેઆ જટિલ કામગીરી હોઈ સત્તાવાળાઓએ આજે તા. 13 માર્ચથી દોઢ મહિના માટે એટલે કે આગામી ૧૩ માર્ચ થી લઈ ૨૭ એપ્રિલ સુધી તેને વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે અમદાવાદીઓ માટે નહેરુબ્રિજ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બ્રિજ હોઈ બીજી તરફ આ બ્રીજ બંધ રહેવાથી હવે વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે છતાં દોઢ મહિના સુધી ડાઇવર્ઝનની સમસ્યા સર્જાશે.

અમદાવાદ

૧૩ માર્ચથી નહેરુબ્રિજ ઉપરના રોડની તિરાડો પૂરવાનું કામ ચાલુ

જોકે પહેલાં ચૂંટણી અને પછી દાંડીયાત્રા ( Dandiyatra )ના કાર્યક્રમના કારણે સત્તાવાળાઓએ નહેરુબ્રિજ ( nehru bridge )નું ઉપરના ભાગથી રિપેરિંગ કરવાનું મુલતવી રાખ્યું હતું. હવે આજે તા. ૧૩ માર્ચથી નહેરુબ્રિજ ( nehru bridge ) ઉપરના રોડની તિરાડો પૂરવાનું કામ ચાલુ કરાશે.

રૂ. ૩.૫૦ કરોડનો કોન્ટ્રાક્ટ ભોપાલની કંપનીને સોંપાયો

નહેરુબ્રિજ ( nehru bridge )ને નીચેથી હાઈડ્રોલિક જેકની મદદથી ઊંચો કરાશે અને તેનાં ૧૮૦ બેરિંગને બદલાશે. જૂનાં બેરિંગ કાઢીને નવાં લગાડાશે તેમજ ૧૨ જેટલા નહેરુબ્રિજ ઉપરના જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ પણ હાથ ધરાશે. બ્રિજ ઉપરની તીરાડોથી પિલરના બેરિંગ પણ ત્રાંસાં થઈ ગયાં છે. મ્યુનિ. ઈજનેર વિભાગ માટે સુભાષબ્રિજ કરતાં પણ નહેરુબ્રિજની કામગીરી વધુ પડકારજનક છે, કેમ કે નહેરુબ્રિજ ( nehru bridge )નાં બેરિંગ વધુ છે તેમજ નહેરુબ્રિજને ઊંચો કરીને તેમાં પેડેસ્ટલ ભરવાનું છે. આ કામગીરીનો રૂ. ૩.૫૦ કરોડનો કોન્ટ્રાક્ટ ભોપાલની કંપનીને સોંપાયો છે. નહેરુબ્રિજને ૪૫ દિવસ માટે બંધ રાખવાની ફાઇલ કમિશનરની મંજૂરીમાં મુકાઈ ગઈ છે.

બ્રિજ

નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમ રોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાળુપુર-મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ સાબરમતી નદી પરના વાહન વ્યવહારની દૃષ્ટિએ સૌથી અગત્યનો બ્રિજ છે. તેના નિર્માણનાં ૫૮ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હોઈ તે વાહનચાલકો માટે ભયજનક બન્યો છે. નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે.

બ્રિજ

સુભાષબ્રિજને ૨૦ દિવસ માટે પૂર્ણપણે બંધ રખાયો હતો

અગાઉ મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ખખડધજ થયેલા સુભાષબ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું હતું. ઓગસ્ટ-૨૦૧૯થી સુભાષબ્રિજનું રિપેરિંગ ચાલ્યું હતું. તે વખતે પ્રારંભમાં દર રવિવારે સુભાષબ્રિજને બંધ રખાયો હતો અને ત્રણ મહિના સુધી બેરિંગ બદલવાની કામગીરી ચાલતી રહી હતી. દિવાળી બાદ રિપેરિંગ માટે સુભાષબ્રિજને ૨૦ દિવસ માટે પૂર્ણપણે બંધ રખાયો હતો.

સુભાષબ્રિજ બાદ હવે નહેરુબ્રિજ ( nehru bridge )નો વારો આવ્યો છે. આમ તો ઈજનેર વિભાગ દ્વારા ગત તા. ૧૫ જાન્યુઆરીથી રિપેરિંગ કામ હાથ ધર્યું છે, જેમાં રાતના દસથી સવારના ચાર વાગ્યા સુધી તેનાં બેરિંગ બદલવા અને ગ્રિસિંગનું કામ ચાલતું રહ્યું છે. હવે તો દિવસે પણ રિપેરિંગ ચાલે છે, પરંતુ બ્રિજના અંદરના ભાગેથી તિરાડો પુરાઈ રહી હોઈ ટ્રાફિકની વ્યવસ્થાને કોઈ અંતરાય નડતો નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33