Last Updated on February 26, 2021 by
અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગલેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. જો કે, ભારતની જીત કરતા વધુ એ વાતની ચર્ચા થઈ રહી છે કે, આ મેચ માત્ર બે જ દિવસમાં પૂરી થઈ ગઈ. સાથે જ ખેલના બીજા જ દિવસે 17 વિકેટ પડી. સમગ્ર મેચમાં 30માંથી 28 વિકેટ સ્પિન બોલરને મળે. મેચ પૂરો થયા બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓએ આ પીચ અંગે સવાલ ઉભા કર્યા છે. યુવરાજ સિંહ, હરભજન સિંહ, વીવીએસ લક્ષ્મણે આ પીચને ખરાબ બતાવી છે. ત્યારે પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ પીચ પર બેટ્સમેનના ખરાબ પ્રદર્શનની ખામી ગણાવી. ઈંગલેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, અમદાવાદની પીચ બરાબર જ હતી કે ખરાબ તે ICC નક્કી કરશે. તો આવો તમને જણાવીએ કે આખરે ICCની પીચ અંગે શું છે નિયમ? કઈ પીચને ખરાબ કહેવામાં આવે છે ? અને જો પીચ ખરાબ હોય તો શું સજા આપવામાં આવે છે ?
આઈસીસીની વેબસાઈટ મુજબ, ખરાબ પીચ એક એવો ટ્રેક હોય છે જ્યાં બોલ અને બેટ વચ્ચે સંતુલિત મુકાબલો ન હોય, વેબસાઈટ મુજબ, ‘જો પીચ બેટ્સમેન વધુ મૈત્રીપૂર્ણ છે અને બોલરોને કોઈ મદદ મળી રહી નથી. અથવા પીચમાં વધુ સ્પિન અથવા સીમ હોય અને બેટ્સમેનને રન બનાવવાનો ચાન્સ ન મળે તો એને ખરાબ પીચ કહેવાય છે. કો પીચમાં સ્પિનર્સને વધુ મદદ મળી રહી છે તો પણ પીચ ખરાબ પીચની શ્રેણીમાં આવે છે. ભારતીય ઉપમહાદ્વીપમાં પહેલા દિવસે કેટલીક ડિગ્રી સુધી બોલ ફરવું ખોટું નથી પરંતુ એની સાથે ઊંચો ઉછાળ નામંજૂર છે.
આ પિચોને બતાવાઈ ખરાબ
વર્ષ 2018માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જ્હોનીસબર્ગ ટેસ્ટ મેચની પિચને ખરાબ શ્રેણીમાં રાખવામાં આવી હતી. રમતના ત્રીજા દિવસે અસમાન ઉછાળાના કારણે તે પિચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા અને રમતને રોકવી પડી હતી. વર્ષ 2017માં ભીરત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પુણે ટેસ્ટ મેચમાં વાપરવામાં આવેલી પિચને પણ ખરાબ બતાવવામાં આવી હતી. જયારે તેની પર સ્ટિવ સ્મિથે સદી ફટકારી હતી. અને ઝડપી બોલર ઉમેશ યાદવે 4 વિકેટ પણ ઝાટકી હતી. હવે જો અમદાવાદમાં ટેસ્ટની વાત કરીએ તો, અંહિ ઝડપી બોલરોને 30માંથી 2 વિકેટ મળી. 28 વિકેટ સ્પિનર્સે લીધી અને 17 વિકેટ તો એક જ દિવસમાં પડી ગઈ. હવે ICC તેને ખરાબ પિચ સાબિત કરે છે કે નહિ એ તો ટૂંક સમયમાં જ ખ્યાલ આવશે.
ઇંગ્લેન્ડ બનાવશે ઘાસવાળી પીચો
અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં સ્પિનર્સ માટે વધુ મદદગાર પીચ બનાવવાના વિવાદ વચ્ચે ઈંગ્લીશ કેપ્ટન જો રુટે એ વાતને ફગાવી છે જેમાં એવું કહેવાઈ રહ્યું હતું કે જ્યારે ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે ત્યારે ત્યાં ઘાસવાળી પીચ બનાવીને આ હારનો બદલો લેવામાં આવશે. રુટે કહ્યું કે ભારત જ્યારે ઈંગ્લેન્ડમાં આવશે ત્યારે અમે ‘બહુ સારી’ પીચ બનાવશું. તેણે ભરોસો વ્યક્ત કર્યો કે ઈંગ્લીશ પીચ ઉપર સીમર્સનો દબદબો જોવા મળશે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈયાન બેલે પણ કહ્યુ હતુ કે, પીચ જેવી જોવા મળી રહી તેનાથી લાગતુ નથી કે રમત પાંચ દિવસ સુધી રમી શકાય. જોકે જોવાનુ એ રહેશે કે, બંને ટીમો કેવી રીતે રમી શકે છે. અત્યાર સુધીની રમતના હિસાબથી તો પીચ યોગ્ય નથી લાગી રહી.
ખરાબ પીચ હોવા પર શું કાર્યવાહી કરવામાં આવે છે ?
ખરાબ પીચ હોવા પર તે મેજબાની સ્થળ પર બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. જો કોઈ સ્ટેડિયમ 5 ડીમેરિટ અંક સુધી પહોંચે તો ICC તેની માન્યતા 12 મહિના એટલે કે 1 વર્ષ સુધી પ્રતિબંધ કરી શકે છે. ત્યાં જ 10 ડીમેરિટ અંક પર 2 વર્ષ સુધી તે સ્ટેડિયમમાં મેચ થઈ શકે નહીં.પીચ વિવાદ વિશે રુટે કહ્યું કે અમદાવાદની પીચ સારી છે કે ખરાબ તેનો નિર્ણય કોઈ ખેલાડીએ નહીં પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ લેવાનો હોય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31