GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે AMCનો મહત્વનો નિર્ણય, 18 પ્રાઇવેટ હોસ્પિટલોમાં વધારાઇ આ સુવિધા

Last Updated on April 8, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાત કરીએ ગત રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની તો ગઇ કાલે રાજ્યમાં વધુ નવા 3575 કેસ નોંધાયા હતાં. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 3575 કેસ નોંધાયા છે તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 22 લોકોના મોત થયા હતાં. જેમાં સુરતમાં 10 અને અમદાવાદમાં 6 દર્દીઓના મોત થયા હતાં. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4620 દર્દીના મોત થઇ ચૂક્યાં છે. હાલમાં 175 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 18 હજાર 684 થઇ ગઇ છે. તો છેલ્લાં 24 કલાકમાં 2217 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3 લાખ 5 હજાર 149 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 823 કેસ તો સુરતમાં 819 કેસો નોંધાયા છે. એવામાં અમદાવાદમાં કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે સોલા સિવિલ ખાતે 450 બેડની કેપિસીટી ધરાવતી સોલા સિવિલમાં 240 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. 450માંથી 68 બેડ આઈસીયુવાળા છે અને તે 68 બેડમાંથી 13 બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે.

બીજી બાજુ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. ત્યારે 1200 બેડની કોવિડ હોસ્પિટલના હચમચાવી દે તેવાં દ્રશ્યો સામે આવ્યાં છે. હોસ્પિટલનો અંદરનો વીડિયો સામે આવ્યો છે કે જેમાં હોસ્પિટલ કોરોના દર્દીઓથી રીતસર ઉભરાઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોના વાયરસની ભયજનક સ્થિતિ બનતી જતી હોય તેવાં દ્રશ્યો સામે આવ્યાં છે. અમદાવાદ સિવિલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને 15થી વધુ એમ્બ્યુલન્સ વેઈટિંગમાં હોય તેવાં દ્રશ્યો સામે આવ્યાં છે.

એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઉભા રહેવું પડ્યું હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ બેડોની સંખ્યામાં વધારો કરવા માટે આજે ફરી 18 ખાનગી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવામાં આવ્યાં છે. આ સાથે જ અગાઉના નિર્ધારિત ચાર્જ તેમજ સારામાં સારી સુવિધા નાગરિકોને મળી રહે તે માટે આ સ્થિતિને વધુ સરળ બનાવવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને વધુ બેડ ઉમેરવામાં આવશે.’

સુરત

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની હોસ્પિટલોમાં દર્દીઓના આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જેમાં સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં કુલ 831 કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જે પૈકી 13 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે. જ્યારે 135 દર્દીઓ બાઇપેપ પર અને 612 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કુલ 238 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 14 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે અને 47 દર્દીઓ બાઇપેપ હેઠળ છે. જ્યારે 163 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.

corona death

બીજી બાજુ નવસારીમાં પણ કોરોનાના કેસો વધતા શહેરની અનેક હોસ્પિટલો ફૂલ થઇ રહી છે. નવસારીની લાયન્સ હોસ્પિટલમાં જગ્યા ન હોવાના બોર્ડ લાગ્યા છે. દર્દીઓના સગાંઓને પણ હોસ્પિટલમાં રહેવાની મંજૂરી આપવામાં નથી આવી. તેઓને ફક્ત ટિફીન આપવાની છૂટ અપાઇ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33