Last Updated on March 10, 2021 by
અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો ગઇ કાલે મંગળવારના રોજ રાજસ્થાન હોસ્પિટલ પાસેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ASIને ધમકાવતા જોવા મળી રહ્યાં હતાં. ત્યારે તેમના વાયરલ થયેલા વીડિયો મામલે એમ કહેવું છે કે, ‘હોસ્પિટલમાં દવા લેવા આવનાર લોકોને ટોઇંગ વાન દ્વારા હેરાન કરવામાં આવતા હતાં. જેથી લોકોમાં રોષ હતો. એવામાં તેઓ ત્યાંથી નીકળતા હતાં ત્યારે કેટલાંક લોકોએ મને રજૂઆત કરી હતી અને જેથી હું તેમની મદદે આવ્યો હતો.’
મહત્વનું છે કે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે રાજસ્થાન હોસ્પિટલ પાસે એક ASI સાથે દાદાગીરી કરી હતી. જે ઘટનામાં ધારાસભ્ય પ્રદીપ પરમારે પોતે માસ્ક પણ ન હોતું પહેર્યું તેમ છતાં ASI નો હાથ ખેંચીને મનફાવે તેમ બોલતા તેઓ નજરે પડ્યાં હતાં. પોતે માસ્ક તો ન હોતું પહેર્યું એટલે દંડ આપવાની વાત તો છોડો પરંતુ ઉલ્ટાનો ધારાસભ્ય વટ પાડીને ASI ને ધમકાવતા નજરે ચડ્યા હતાં તેમજ ASI ને સસ્પેન્ડ કરાવી નાંખવાની પણ ધમકી આપી હતી.
ધારાસભ્ય પ્રદીપ પરમારે ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું હતું કે, ‘ઊભા રહો અહીં’. ત્યારે ASIએ કહ્યું કે, ‘હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે, હાથ શું બધું પકડીશ. ત્યાર બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASI નો ફોટો પાડવા તેમજ બક્કલ નંબર જાણવા કહ્યું હતું. બાદમાં ભાજપના ધારાસભ્યએ રૂઆબ દેખાડતા કહ્યું કે, ‘હું કહું એટલે ઉભું રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો, 2 જ મિનિટમાં પટ્ટા ઉતરી જશે, ઓળખો છો મને?’
ત્યાર બાદ ટોળું એકઠું થઈ જતાં ધારાસભ્યએ કહ્યું કે, ‘આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહીં તો યાદ કરશો, ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે.’ આટલું કહીને ધારાસભ્ય પ્રદીપ પરમારે ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવ છે અને વાહન ટોઈંગ કરે છે. પેલો બિચારો દવા લેવા ગયો છે, મારી સામે દવા લેવા ગયો છે અને એનો માણસ દોડીને ગાડી લેવા જાય છે. શું માણસ દવા લેવા ના જાય.’ એમ કહીને DCP સાથે ASI ને વાત કરાવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31