Last Updated on March 17, 2021 by
અમદાવાદના મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. દીકરી ગુમ થવાનો વીડિયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ નકલી બાપ હોવાનું ખુલ્યું છે. નકલી બાપ સગીરાનું શારીરિક શોષણ કરતો હોવાથી સગીરા આરોપીના ચુંગાલમાંથી નાસી હતી. મણિનગર પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છેકે સોશિયલ મીડિયામાં એક આધેડ પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનું વિડ્યો વાયરલ થયો હતો. વિડિઓ વાયરલ થતા મણિનગર પોલીસે લુધિયાણાના આધેડ કુપદીપસિંહની દીકરી ગુમ થવાની ફરિયાદ લીધી. પોલીસની તપાસમાં સગીરાના રીક્ષા અને બાઇક પર જતાં સીસીટીવી સામે આવ્યા છે.
પોલીસે સીસીટીવીની મદદથી સગીરાને શોધી તો કાઢી પણ તપાસમાં આ ઘટનામાં અલગ વળાંક આવ્યો છે. દીકરીના ગુમ થવાને લઈને મદદની ગુહાર લગાવી રહેલો કુલદીપસિંહ નકલી પિતા હોવાનો ઘટસ્ફોટ સગીરાએ કર્યો છે ત્યારે હવે મણિનગર પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપી કુલદીપસિંહની પકડીને પૂછપરછ શરૂ કરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31