Last Updated on March 12, 2021 by
વુમન સાયબર અવેરનેસ વીક દરમિયાન યુવતીને ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરનારા વટવાના શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી છે. આરોપી ફરિયાદી યુવતીનો સંબંધી થાય છે. અને યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કરતા બિભત્સ મેસેજો અને નગ્ન ફોટા મોકલ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટા અને નગ્ન ફોટાનું મટીરીયલ સેન્ડ કરવામાં આવ્યું
ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર નામ બદલીને યુવતીના આઈ.ડી.પર બિભત્સ ફોટા અને નગ્ન ફોટાનું મટીરીયલ સેન્ડ કરવામાં આવ્યું હતું. આથી યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ રીતે આરોપીને ઝડપ્યો
જેને આધારે પોલીસે તપાસ કરીને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મિડીયા મારફતે આઈ.પી.લોગ્સની માહિતી મેળવીને વટવામાં કેનાલ રોડ હમજાનગર ખાતે રહેતા અમન સઈદ સમસી(૨૩)ની અટકાયત કરી હતી. તેની પાસેથી પોલીસે મોબાઈલ કબજે કર્યો હતો. યુવતી આરોપીની સંબંધી થાય છે અને ઈન્સ્ટાગ્રામ પર યુવતી બનીને સંબંધી યુવતીને ફ્રેન્જ રીકવેસ્ટ મોકલી હતી. યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કરતા આરોપી અમને બિભત્સ મેસેજ અને નગ્ન ફોટા મોકલ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31