GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના ખાનપુરની પી એન્ડ ટી બિલ્ડીંગમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

Last Updated on March 17, 2021 by

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બિલ્ડિંગના સાતમાં માળે AC માં બ્લાસ્ટ થવાથી ભયાનક આગ લાગી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તેઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, સદનસીબે દુર્ઘટનામાં કોઇ પણ જાતની જાનહાનિ નથી થઇ.

તમને જણાવી દઇએ કે, બુધવારના રોજ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી નામની બિલ્ડીંગમાં કંટ્રોલર ઑફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસમાં આગ લાગતા આખી બિલ્ડીંગ ખાલી કરાઇ દેવાઇ હતી. જો કે, પ્રાથમિક દ્રષ્ટિએ આગની આ ઘટનામાં કોઈના પણ ઈજાગ્રસ્ત થયાના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી જતા આગને કાબુમાં લઇ લેવામાં આવી છે. જો કે, આગ ઓલવવાની કામગીરી દરમિયાન કાચ તોડવા પડ્યાં હતાં. પરંતુ કાચ તોડવા દરમિયાન એક ફાયરમેનને હાથે ઈજા જરૂર થઈ હતી.

આ ઘટનામાં આગ લાગ્યા પાછળનું કારણ જણાવતા ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ‘ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ફર્નિચર અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ પૂરતી આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે અને કોઈ પણ જાતની જાનહાનિ પણ નથી થઈ. આગથી ઓફિસમાં ધૂમાડો એટલો બધો વધી ગયો હતો કે, આગને ઓલવવા માટે કાચ તોડવા પડ્યાં હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33