GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ જિ.પંચાયતમાં ભાજપની જીત છત્તાં પ્રમુખપદે કોંગ્રેસ, અનામત બેઠક પર ભાજપ હારી ગયું- વિપક્ષની થઈ જીત!

કોંગી

Last Updated on March 3, 2021 by

અમદાવાદ જિલ્લા પંચાયતમાં મતદારોએ ભલે ભાજપને ઐતિહાસિક જીત આપીને જીતાડી હોય તેમ છતાંય કોંગ્રેસના શાહપુર બેઠકના વિજેતા ઉમેદવાર પારૂબેન અંબારામભાઇ પઢાર જ  જિલ્લા પંચાયતના પ્રમુખપદ પર બિરાજશે. ભાજપના તમામ ૩૦ સભ્યોએ કોંગ્રેસના આ મહિલા ઉમેદવારના પ્રમુખપદ નીચે કામ કરવું પડશે. જીત ભલે ભાજપની થઇ હોય પરંતુ વટ કોંગ્રેસનો પડશે તેવો ઘાટ ઘડાયો છે.

ભાજપ

જીત ભલે ભાજપની થઇ હોય પરંતુ વટ કોંગ્રેસનો પડશે તેવો ઘાટ ઘડાયો

જીત ભાજપની અને પ્રમુખપદનો મોભાદર હોદ્દો કોંગ્રેસનો કેમ ? આ સવાલ આજે દિવસભર ચર્ચામાં રહ્યો હતો. વાત એમ છેકે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો હોદ્દો આ વખતે અઢી વર્ષ માટે અનુસુચીત જનજાતીની સીટ માટે અનામત રાખવામાં આવ્યો છે.

જિ.પં.માં કોંગ્રેસે કઇ બેઠકો ગુમાવવી પડી ?

  • સુંવાળા
  • કૌકા
  • વટામણ
  • માંડલ
  • ચેખલા
  • ગાંગડ
  • કરકથલ
  • કુહા
  • મોડાસર
  • મોરૈયા
કોંગ્રેસ
  • નાનોદરા
  • સચાણા
  • સાથળ
  • સીતાપુર
  • શિયાળ
  • હેબતપુર

ગત ટર્મમાં કુલ ૧૮ બેઠકો કોંગ્રેસે જીતી હતી.જેમાંથી ફક્ત ગલસાણા અને શાહપુર બેઠક પર જ કોંગ્રેસનો વિજય થયો છે. બાકીની તમામ ૧૬ બેઠકો કોંગ્રેસે ગુમાવી છે)

અઢી વર્ષ માટે અનુસુચીત જનજાતીની સીટ માટે અનામત રાખવામાં આવ્યો

જિલ્લામાં  તમામ ૩૪ બેઠકોમાંથી ફક્ત વિરમગામ તાલુકાની શાહપુર બેઠક જ એકમાત્ર અનુસુચિત જનજાતિ ( એસ.ટી.)અનામત  બેઠક છે. જ્યાં કોંગ્રેસે ભાજપને હાર આપીને આ બેઠક જીતી લીધી છે. ભાજપના ઉમેદવાર લલીતાબેન કરશનભાઇ પઢારની હાર થઇ છે. જ્યારે કોંગ્રેસના પારૂબેન જીતી ગયા છે. તેથી આ ચમત્કાર સર્જાયો છે.ભાજપ ૩૦ બેઠકો જીતીને પણ પ્રમુખપદ જેવો મોભાદાર હોદ્દો મેળવી શક્યું નથી. જ્યારે ભારે રકાસ બાદ પણ ચાર બેઠકો જીતીને પણ કોંગ્રેસે આ મોભાદાર હોદ્દો મેળવીને ભાજપને લપડાક મારી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33