GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક જીત, ગઢ સમાન તમામ 16 બેઠકો કોંગ્રેસે ગુમાઈ: 34 માંથી 30 બેઠકો પર કેસરીયો

Last Updated on March 3, 2021 by

અમદાવાદ જિલ્લા પંચાયતમાં  કુલ ૩૪ માંથી ૩૦ બેઠકો જીતીને ભાજપે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં એક માઇલસ્ટોન અંકિત કરી દીધો છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે કુલ ૧૮ બેઠકો હતી જેમાંથી ૧૬ બેઠકો પર આ વખતે ભાજપે વિજય પતાકા ફરકાવી દીધી છે. કોંગ્રેસ ફક્ત શાહપુર અને ગલસાણા બેઠક જ જાળવી શકી છે. સામે પક્ષે ભાજપે પણ તેની સાણંદ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠક વિરોચનગર અને માણકોલ ગુમાવવી પડી છે ભાજપના ગઢ સમાન આ બંને બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જિલ્લા પંચાયતના રાજકારણમાંથી કોંગ્રેસના

કોંગ્રેસ જિલ્લા પંચાયતની ફક્ત વિરોચનનગર, માણકોલ, શાહપુર અને ગલસાણા બેઠક  પર જ વિજય મેળવી શકી છે. બાકીની તમામ ૩૦ સીટો ભાજપે જીતી લીધી છે. કોંગ્રેસની પરંપાગત ગઢ ગણાતી બેઠકો પર પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડયો છે.

કોંગ્રેસની પરંપાગત ગઢ ગણાતી બેઠકો પર પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડયો

ગત ટર્મના કોંગ્રેસના શાસનમાં ઉપપ્રમુખ રહેલા અમરસિંહ સોલંકીની પત્નીની માણકોલ બેઠક પર હાર થઇ છે. સિંચાઇ સમિતિના ચેરમેન રહેલા અમરસિંહ ઠાકોરના પત્નીની પણ સીતાપુર બેઠક પર હાર થઇ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો બોલાઇ ગયો છે. કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી હાર તઇ છે. જિલ્લા પંચાયતમાં ફક્ત કોંગ્રેસના ૪ સભ્યો જ બેસશે. બાકીના તમામ સભ્યોની રાજકીય કારકીર્દી સમાપ્ત થવા ભણી ગતિ કરી ગઇ છે.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કઇ બેઠક પર કોણ વિજેતા બન્યું ?

બેઠકવિજેતાપક્ષમળેલ મત
અસલાલીમયુરીબેન વી પટેલભાજપ૧૦,૩૦૭
બદરખાલક્ષ્મીબેન એસ ઠાકોરભાજપ૧૨,૫૭૮
ભુવાલડીજનકભાઇ એ ઠાકોરભાજપબિનહરીફ
ચાંગોદરજનકબેન સચીન ઠાકોરભાજપ૧૩,૦૫૦
ચેખલાકંચનાબે જે વાઘેલાભાજપ૧૨,૧૯૧
દેત્રોજદિવાનજી એસ ઠાકોરભાજપ૧૨,૬૧૮ 
ધોલેરાદિગ્પાલસિંહ ચુડાસમાભાજપ,૦૭૫
ગાંગડઇશ્વરભાઇ મકવાણાભાજપ,૭૦૪
ઘોડાભાવનાબેન વડલાણીભાજપ,૨૭૦
હડાળાઅલ્પાબા એસ ગોહિલભાજપ૧૦,૨૪૫
કરકથલવિષ્ણુભાઇ જાદવભાજપ૧૦,૪૦૫
કાસીન્દ્રાવિનોદ પટેલભાજપબિનહરીફ
કૌકાબાલુબેન વેગડાભાજપ,૩૬૭
કાવિઠારેખાબેન લકુમભાજપ૧૦,૫૮૦
કોઠરમણભાઇ સોલંકીભાજપ,૮૯૦
કુહાઅલ્પાબેન ચૌહાણભાજપ૧૨,૭૭૭
કુજાડકાંતિભાઇ ઠાકોરભાજપ૧૧,૨૬૨
માંડલભીખાભાઇ વાઘેલાભાજપ,૯૯૮
મોડાસરરમીલાબેન પટેલભાજપ૧૨,૨૦૬
મોરૈયાભરતકુમાર ગોહેલભાજપ૧૧,૨૫૩
નાંદેજમણીલાલ ઠાકોરભાજપ,૫૩૯
નાનોદરારમેશકુમાર મકવાણાભાજપ,૩૧૪
સચાણાપ્રમોદભાઇ પટેલભાજપ૧૨,૩૮૦
સાંથળહિરલબેન પટેલાભાજપ,૮૭૨
શિયાળગૌરીબેન પટેલભાજપ,૩૯૬
સિંગરવામીનાબેન ચૌહાણભાજપબિનહરીફ
સીતાપુરગવરીબેન પટેલભાજપ૧૨,૪૯૯
સુવાળાલીલાબા સોલંકીભાજપ૧૨,૦૧૦
હેબતપુરસંગીતાબેન વેગડભાજપ,૫૭૭
વટામણગોવિંદભાઇ મકવાણાભાજપ૧૦,૩૫૮
વિરોચનનગરપ્રભાતસિંહ મકવાણાકોંગ્રેસ,૮૨૯
શાહપુરપારૂબેન પઢારકોંગ્રેસ,૦૧૮
માણકોલકાંતિભાઇ પટેલકોંગ્રેસ,૧૫૯
ગલસાણાહરપાલસિંહ ચુડાસમાકોંગ્રેસ૧૧,૭૫૨

બદરખા બેઠક પર કોંગ્રેસના પક્ષપલટું ઉમેદવાર કુંવરબા પ્રવિણસિંગ દાયમાની હાર થઇ

બીજી તરફ બદરખા બેઠક પર કોંગ્રેસના પક્ષપલટું ઉમેદવાર કુંવરબા પ્રવિણસિંગ દાયમાની હાર થઇ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર  લક્ષ્મીબેન ઠાકોર જીત્યા છે. નોંધપાત્ર છેકે કાસિન્દ્રા, સિંગરવા, ભુવાલડી બેઠક પર ભાજપના ઉમેદવારો  બીનહરીફ રહ્યા હતા.

BJP GUJARAT

ગત ટર્મમાં મતદારોએ ૩૪ માંથી ૧૮ સીટ કોંગ્રેસને જીતાડીને સત્તા સોંપી હતી. જોકે અઢી વર્ષ શાસન જેમતેમ ચાલ્યું પરંતુ કોંગ્રેસમાં આંતરિક ડખા, જુથવાદ, સગાવાદને લીધે કોંગ્રેસના ૭ સભ્યો  બળવો કરીને ભાજપમાં ભળી ગયા હતા. આમ બાકીના અઢી વર્ષમાં જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસે આવી ગઇ હતી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33