Last Updated on April 2, 2021 by
અમદાવાદની જમાલપુરની શાકમાર્કેટમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે.વેપારીઓ અને લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટંનો અભાવ જોવા મળ્યો છે.કોઈ રોકટોક વગર બજારમાં લોકો ફરી રહ્યા છે.સેનેટાઈઝરનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો.એક તરફ સરકાર રાત્રી કરફ્યુ લગાવે છે. તો બીજી તરફ બેદરકારી પૂર્વક ચાલે છે. કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં લોકોમાં ગંભીરતા નથી.
કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં લોકોમાં ગંભીરતા નથી
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નોંધાઈ રહેલાં કેસો નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધી રહ્યા છે.ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 613 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી ત્રણ લોકોનાં મોત થયા છે. બે દિવસમાં શહેરમાં કુલ મળીને 1224 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે.હાલમાં કોરોનાના એકિટવ કેસોની સંખ્યા 1785 ઉપર પહોંચવા પામી છે.શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 69017 ઉપર પહોંચવા પામી છે.
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં સતત સાતમા દિવસે ગુરૂવારે કોરોનાના વિક્રમજનક 613 કેસ નોંધાવા પામ્યા છે.આ અગાઉ બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 611 કેસ નોંધાયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31