Last Updated on March 12, 2021 by
ઇંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હરાવ્યા પછી ભારત હવે આવતીકાલથી ટી-20 શ્રેણી જીતવાના મિશન સાથે ઇંગ્લેન્ડ સામે ઉતરશે. તમામ પાંચેય ટી-20 અમદાવાદમાં જ રમાનાર છે. મેચનો પ્રારંભ સાંજે 7.00થી થશે. અમદાવાદના જ નવનિર્મિત 1,10,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારત બંનેમાં અનુક્રમે બીજા અને ત્રીજા દિવસે જ જીત્યુ હતું. છતા સાવ એક તરફી રહેલી મેચોથી પ્રેક્ષકો નિરાશ થયાહતા.
એક તરફી રહેલી મેચોથી પ્રેક્ષકો નિરાશ થયા
આમ પણ ટેસ્ટ ક્રિકેટમાં હવે ચાહકોને રસ નથી અને ટી-20 અને આઈપીએલની મેચોમાં જ સ્ટેડિયમમાં કિડિયારૂ ઉભરાયુ હોય તેમ પ્રેક્ષકો આવતાહોય છે. અમદાવાદની ટી-20 મેચો માટે કોરોનાના કેસો વધતા હોવા છતા પુરી ક્ષમતા સાથે સ્ટેડિયમ ભરવા દેવાના નિર્ણયથી નાગરિકોના બહોળા વર્ગે ટીકા કરી છે. તહેવારો, મેળા, દર્શનની ઉજવણીમાં સરકારે નિયંત્રણો લગાવ્યા છે. જ્યારે પ્રચાર રેલી, ચૂંટણી, સરકારી કાર્યક્રમો અને ક્રિકેટ મેચમાં હજારોની મેદની એકઠી કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આવા વલણની ટીકા કરી છે. 12થી 20 માર્ચ દરમ્યાન પાંચ ટી-20 શ્રેણી રમાશે ત્યારે પ્રાર્થના કરવી રહી કે કોરોનાના કેસો ભયજનક રીતે વધે નહીં.
12થી 20 માર્ચ દરમ્યાન પાંચ ટી-20 શ્રેણી રમાશે
મેદાન પરના મુકાબલાની વાત કરીએ તો ભારતના સ્ટાર ખેલાડીઓ કેપ્ટન કોહલી, રોહિત શર્મા, રાહુલ, ઐયર તો છે જ પણ ધવન ઓપનિંગ બેટ્સમેન તરીકે નથી તેવો કોહલીએ તેમ જણાવી પંતનો સમાવેશ થશેતેવો સંકેત આપ્યો છે. સામાન્ય રીતે રાહુલ વિકેટકિપિંગની પણ ભૂમિકા કરતો હતો અને મીડલ ઓર્ડરમાં આવતો હતો. હાર્દિક પંડયા ઓલરાઉન્ડર તરીકે કમબેક કરશે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તે બોલિંગ માટે ફિટ નહીં હોઈ નહતો સમાવાયો પણ તેણે નેટ પ્રેક્ટિસ દરમ્યાન સારી એવી બોલિંગ કરી હતી. ભારત પાસે યુવા ક્રિકેટરોનું એવું વૈવિધ્ય અને ટેલેન્ટ છે કે બૂમરાહ અંગત કારણોસર અને જાડેજા અનફિટ હોઈ આ શ્રેણી નથી રમવાના તો પણ વર્તમાન ફોર્મ જોતા ભારતને મોટેભાગે તેઓની ખોટ નહીં પડે.
અક્ષર પટેલ ફરી ઘરઆંગણે ઇંગ્લેન્ડને તેના આ માનીતા ફોરમેટમાં પરેશાન કરવા સજ્જ છે. ચહલ અન્ય સ્પિનર તરીકે હોઈ શકે. ભુવનેશ્વરકુમાર આઈપીએલ દરમ્યાન ઇજાગ્રસ્ત થતા તેણે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ ગુમાવ્યો હતો તે પણ પુનરાગમન કરી રહ્યો છે. આ ઉપરાંત દિપક ચાહર પણ સ્થાન મેળવી શકે. સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડર માટે નિશ્ચિત મનાય છે. જો કે ભારત પાસે 19 ખેલાડીઓની ટીમમાં તમામ સ્લોટ માટેના વિકલ્પ છે.
સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડર માટે નિશ્ચિત મનાય છે
ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ શ્રેણી હારની હતાશા ખંખેરી નાંખવાની તક એ રીતેપણ છે કે ટી-20માં તેઓ વર્લ્ડ ચેમ્પિયન છે. મોર્ગનની કેપ્ટન્સી અને આ ફોરમેટની કાબેલીયતથી બધા પરિચિત છે. ટેસ્ટ ટીમના ફ્લોપ અને હતાશ ખેલાડીઓમાના મોટાભાગના આ ટી-20 ટીમમાં નથી. ડેવિડ માલન, મિડલ ઓર્ડરમાં તેઓનો સ્ટાર વિનર પૂરવાર થયો છે. સ્ટોક્સ, જેસોન રોય, બટલર, મોઇનઅલી, આર્ચર, સામ કરન, વુડ, બેરસ્ટો અને લિવિંગસ્ટન પણ છે.
આઈપીએલમાં મોર્ગન, સ્ટોક્સ, આર્ચર સહિતના ઘણા ખેલાડીઓ રમી ચુક્યા હોઈ તેઓ ભારતનાહરિફોની તાકાતથી પરિચિત છે. અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં પ્રથમ વખત ટી-20 આંતરરાષ્ટ્રીય રમાઈ રહી હોઈ પીચનું વર્તન તેમજ ઝાકળ કેવી રહેશે તે જોવાનું છે. ટેસ્ટ ક્રિકેટ જેવી લો સ્કોરિંગ અને સ્પિનરો તરફી ઝૂકાવ ધરાવતી પીચ ન હોય તો સારૂ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31