GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં પતિ બન્યો હેવાન : પત્નીને છરીના ઘા મારી હત્યા કરી ખેલ્યો ખૂની ખેલ, ત્રણ દીકરીઓ બની નિરાધાર

Last Updated on April 4, 2021 by

નિકોલમાં વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. નિકોલમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. હત્યાના ગુનાને અંજામ આપીને હત્યારો પતિ ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસમાં પત્નીની હત્યા નિપજાવામાં આવી છે. જેથી આ ઘટનામાં ત્રણ દીકરીઓએ પોતાની માતા ગુમાવી છે અને હવે ભાનુ પરિવારમાં શોકનો માહોલ ઊભો થયો છે.

હત્યા કર્યાના સમયે બીજા રૂમમાં આરોપીના માતા-પિતા પણ હાજર હતાં

પીનલબહેન નામની મહિલાની તેના ઘરમાં જ હત્યા કરી નાખવામાં આવી છે. છરીના ઘા મારીને પત્નીની હત્યા કરીને આરોપી પતિ મિતેશભાઈ ભાનુ ફરાર થઇ ગયો હતો. ઘરમાં પત્ની અને પતિ વચ્ચે નાની-મોટી માથાકૂટ ઘણી વાર થતી રહેતી હતી પરંતુ આજે બપોરે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ વધી જતા આરોપી પતિએ પોતાના રૂમમાં જ પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. બીજા રૂમમાં આરોપીના માતા-પિતા હાજર હતા અને ત્રણ દીકરીઓ પાડોશીને ત્યાં ગઈ હતી.

પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોવાંથી થોડાંક દિવસો પહેલાં પત્ની પોતાના માતા-પિતાને ત્યાં રહેવા માટે પણ જતી રહી હતી. પરંતુ આખરે સમાધાન થતા પત્ની પરત પોતાના સાસરે સંસ્કૃત રેસિડેન્સી ખાતે રહેવા આવી હતી અને આખરે પતિએ પોતાની ત્રણ બાળકીઓનો પણ વિચાર ના કર્યો અને પત્નીની હત્યા કરી નાખી હતી. બાદમાં નિકોલ પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33