GSTV
Gujarat Government Advertisement

અમદાવાદની બે મોટી સંસ્થાઓમાં કોરોના બ્લાસ્ટ, IIM બાદ હવે આ સંસ્થાના રજિસ્ટાર સાથે અન્ય 10 કર્મચારીઓ સંક્રમિત

Last Updated on March 30, 2021 by

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે કેસો નોંધાતા તંત્ર વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. હાલમાં IIM માં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. ત્યારે હવે અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે.

અમદાવાદ GTU માં વી.સી. ડૉ.નવીન શેઠ બાદ વધુ અધિકારીઓ પોઝિટિવ આવ્યાં છે. હવે રજીસ્ટાર કે.એન.ખેર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. તો રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યાં છે. GTU માં કોરોનાનો પગ પેસારો થતાં સંસ્થામાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારે જીવલેણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. IIMના સ્ટુડન્ટ અને મેનેજમેન્ટ સ્ટાફના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. 70 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા IIM કેમ્પસમાં પણ ફફડાટ મચ્યો છે.

અમદાવાદની IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. IIM અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને વધુ 16 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. આ પહેલાં સોમવારના રોજ પણ IIM ના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં.

ઉત્તર-પશ્ચિમ ઝોનના આરોગ્ય અધિકારી મેહુલ આચાર્યએ જણાવ્યું કે અમદાવાદ આઇઆઇએમમાં 29 માર્ચ સુધીમાં કેસનો આંક 70 પર પહોંચ્યો છે. આઇઆઇએમમાં 28 માર્ચના રોજ 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કે 27 માર્ચના રોજ 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં.

રાજ્યમાં દિન પ્રતિદિન મોતના આંકડામાં પણ વધારો

ફરી એક વખત સામાન્ય માણસની ગાડી પાટા ઉપર દોડતી થઈ હતી. પરંતુ કોરોનાનો સમયગાળો અનેક ઘરો માટે ઘાતક સાબિત થયો છે. કોરોનાની લહેરમાં અનેક લોકોના ઘરો ઉજળી ગયા છે. આજે પણ લોકો તેને ભુલાવી શકતા નથી. તો દિન પ્રતિદિન મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજ દિન સુધી કોરોનાના કારણે નોંધાયેલા મોતનો કુલ આંક 4500 એ પહોંચ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. કોરોનાએ ઘણી મહિલાઓના માથામાં રહેલું સિંદુર પણ ભુસી નાંખ્યું તો કેટલાંક પરિવારનો આધાર છીનવી લીધો તો કેટલાંક નવજાત શીશુએ પણ તેના ઉપરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 2252 નવા કેસો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના વકર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના આંકડાઓ જોતા રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ગઇ કાલના રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 2252 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 8 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4500 એ પહોંચ્યો છે. જો કે પાછલા બે દિવસો કરતા કોરોનાના કેસોમાં અંશતઃ ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટમાં સામાન્યતઃ વધારો જોવા મળ્યો છે.

સુરતમાં 650 કેસ તો અમદાવાદમાં નવા 612 કેસ નોંધાયા

જો કે રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વધુ 1731 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,86,577 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.54 ટકા છે. ગઇ કાલના રોજ નોંધાયેલા નવા 8 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3, પંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 એમ કુલ 8 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે. આજ રોજ નવા નોંધાયેલા કેસોમાં સુરતમાં 650 કેસ, અમદાવાદમાં 612 કેસ તો વડોદરામાં 236 અને રાજકોટમાં 242 નવા કેસો સામે આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33